સરકાર કોન્ટ્‌્રકટરોને નફો કરાવવા ફિકસ ભાવે ખાનગી વાહનોને કોન્ટ્રાકટ આપે છે – સંજયસિંહ

740

ગુજરાત એસ.ટી. કર્મચારીઓ ની હડતાલ અને ગુજરાત સરકાર ની અણઆવડત ને કારણે ગંભીરતા ન લેતા સમગ્ર ગુજરાત માં આજે લાખો મુસાફરો, વિધાર્થીઓ, સહિત અનેક દર્દીઓ  મુશ્કેલી માં મુકાયા છે અને રઝળી પડયા છે,એક બાજુ ગુજરાતમાં બેકારોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, ત્યારે સરકાર બેકારોને રોજગારી આપવા ને બદલે  પોતાના મળત્યાઓ પ્રાઇવેટ વાહન માલિકો ને  કોન્ટ્રાક્ટ આપી રહી છે,એસ.ટી.નુકસાન કરે છે અને સરકાર કોન્ટ્રાક્ટરોને નફો કરાવવા ફિક્સ ભાવે ખાનગી વાહન માલિકો ને કોન્ટ્રાક્ટ આપે છે,સારા અને કમાણી કરતા રુટો ખાનગી કંપનીને આપી પ્રજા ના પૈસાનો દુરુપયોગ કરી પોતાના મળતીયાવો ને ફાયદો કરાવી ભ્રસ્ટાચાર કરવાનો ઈરાદો સ્પષ્ટ દેખાય છે,જે રૂટ માં એસ.ટી. ભાડું લે છે તેની કરતા  પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના વાહન માં  તેજ રૂટમાં ૧૦૦ રૂ વધારે ભાડા લેવામાં આવે છે, ડીઝલ એસ.ટી આપે છે અને પર કિલોમોટર ૨૫ થી ૪૫ રૂપિયા પ્રાઇવેટ વાહન માલિકને આપવામાં આવે છે,એસ.ટી.નિગમ બંધ કરવાનું સડયંત્ર ચાલી રહ્યું છે,સરકાર બેકારોને રોજગારી આપવા માંગતી નથી તે સ્પષ્ટ દેખાય છે, દરેક સરકારી કચેરીઓમાં સ્ટાફ ની અછત હોવા છતાં જગ્યાઓ ભરવામાં આવતી નથી પરિણામે આમ જનતા ના કામોમાં મુશ્કેલી પડે છે, જનતા હેરાન થાય છે,ત્યારે હવે એસ.ટી.માં પણ પ્રાઇવેટ વાહનોને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરવાનું વ્યવસ્થિત આયોજન બધ સડયંત્ર ચાલી રહ્યું છે,કર્મચારીઓ ની માંગણી વ્યાજબી હોય સરકારે બેઠક કરી પ્રશ્નનો હલ કરવો જોઈએ અને તાત્કાલિક બસો રાબેતા મુજબ શરૂ કરવી જોઈએ જેથી મુસાફરો,વિધાર્થીઓ,દર્દીઓને મુશ્કેલીના પડે તેમ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ અને પ્રદેશ કૉંગ્રેસના મંત્રી સંજયસિંહ ગોહિલ માલપર દ્વારા જણાવવામાં આવ્યું,ભાવનગર એસ.ટી.ડેપો માં જય કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી સાથે ગુજરાત પ્રદેશ મંત્રી જગદીશભાઈ જાજડિયા હાજર રહયાં.

Previous articleલાખણકા ગામે રાજપુત સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા
Next articleગાંધીનગર વિરોધ પ્રદર્શનમાં જતા રાણપુરના શિક્ષકોની અટકાયત