કતપર ગામના સરપંચ, ઉપસરપંચના ગેરવર્તન સામે રોષ : પો.સ્ટે.માં રજૂઆત

900

મહુવા તાલુકાના કતપર ગામના સરપંચ  અને ઉપસરપંચ દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન કરી મારઝુડ કરાતી હોવાની રાવ સાથે આજે ગ્રામજનોએ મહુવા પો.સ્ટે.માં લેખીત રજુઆત કરી પગલા ભરવા માંગ કરી હતી અને તેઓની સામે ફરિયાદ નોંધાવા પણ રજુઆત કરી હતી. મહુવા તાલુકાના કતપર ગામના સરપંચ તથા ઉપસરપંચ ગેરવર્તન કરી લોકો ઉપર જ ુલમ ગુજારે છે અને જાતિ-આવકના દાખલા લેવા જતા લોકો ઉપર ગેરવર્તન કરી અને દાખલા આપતા નથી. તેમજ લેવા જતા લોકોને બેફામ અભદ્ર શબ્દ બોલી મારજુડ પણ કરે છે અને પેટાપરા બંદર વીસ્તારના રહેવાસી હંસાબેન ધનજીભાઈ ગુજરીયા દાખલો લેવા જતા મારજુડ કરેલ છે તેમજ ગઈકાલે તા. ર૧-ર-ર૦૧૯ના જાનુબેન મોહનભાઈ બારૈયા દાખલો લેવા જતા તેમની સાથે ગેરવર્તન કરી મારજુડ કરેલ છે. જેથી ફરિયાદ પણ નોંધાવી છે આવી રીતે અનેક કિસ્સાઓ બનેલ છે અને કોઈ ફરિયદા કરવા જતુ નથી કારણ કે ખુબ જ ધાકધમકી અન રાજકીય વગ ધરાવતા હોય લોકો ફરિયાદ કરવા જતા નથી. આવા રીતે આખા ગામના તમામ વીસ્તારના લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી કાયદાકીય રીતે કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવા માંગણી સાથે ગ્રામજનોએ મહુવા પોલીસ મથકમાં લેખીત આવેદનપત્ર આપ્યું હતું તેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ જણાવ્યું હતું.

Previous articleએમ.કોમ. સેમ-૩માં ટોપ રેન્ક મેળવ્યો
Next articleશહેરનાં મુસ્લિમ આધેડ ૧૦મી વખત અજમેર સાયકલ યાત્રાએ