સોમનાથમાં ૩ દિવસીય દ્વાદશ જ્યોતિર્લીંગ મહોત્સવનો પ્રારંભ

696

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રણ દિવસ સુધી ચાલનારા દ્વાદશ જ્યોતિર્લીંગ મહોત્સવનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રારંભ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં તા.૨૩ના રોજ પરંપરાગત ધ્વજાપૂજાથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહામૃત્યુંજય યજ્ઞ, જ્યોતિર્લીંગ પૂજન, વેરાવળથી સોમનાથ સુધી આધ્યોત્મિક અને ઐતિહાસીક દ્વાદશ જ્યોતિર્લીંગ રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે આખા દેશને એક કર્યો હતો. તેને કાશ્મીર સોંપાયું હોત તો આજે કાશ્મીરનો પ્રશ્ન જ ન હોત અને પુલવામામાં હુમલો જ ન થાત.

સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ સરદાર પટેલને આભારી છે. સરદારે જે રીતે સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર કરીને દેશની એકતા-અખંડિતતા અને સંસ્કૃતિની રક્ષાનો જે સંદેશ આપ્યો છે એમ સરદારને જો કાશ્મિર સોંપાયું હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. જ્યાં સુધી સોમનાથ દાદાના આશીર્વાદ છે ત્યાં સુધી રાજ્ય અને દેશમાં કોઈ તકલીફ નહીં થાય. સોમનાથ દાદા સૌને આશીર્વાદ આપે. ભારત કદી તૂટે નહીં, આતંકવાદ સામેની લડાઈમાં આપણી જીત થાય. આવનારા દિવસોમાં ભારત એક રહે મોદીની સાથે આખો દેશ એક બની રહે તેવી પ્રાર્થના કરી છે.

મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસીક સોમનાથ ફોટો પ્રદર્શન, સંસ્કૃત માટે વિશેષ સેવા આપનાર વિદ્વાનોને સોમનાથ સુવર્ણ ચંદ્રક અર્પણ, સંસ્કૃત પાઠશાળાના છાત્રોને છાત્રવૃત્તી અર્પણ, દ્વિતિય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહ અંગેનું સ્પેશીયલ સોંગ(ગીત)નું લોંચીંગ કરવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ડાક ફર્સ્ટ ડે કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Previous articleરાજ્યમાં દર ત્રણ દિવસે એક સિંહનું મોત, બે વર્ષમાં ૨૦૪ મોતને ભેટ્યા
Next articleગુજરાત : સ્વાઈન ફ્લુનો આતંક જારી, મૃતાંક ૮૫