રજવાડાના સાલીયાણા બંધ થયા તેમ હવે ધારાસભ્યોના પેન્શન બંધ કરો – કરણ બારૈયા

1223

દેશમાંથી રજવાડાના સાસીયાણા બંધ કરવામાં આવ્યા છે તો ધારાસભ્યોના પેન્શન કેમ શરૂ ? તેવો વેધક સવાલ ઉ૮ાવતા જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ બારૈયાએ ધારાસભ્યોના પેનશન બંધ કરવાની માંગણી ઉઠાવી છે.

સરદાર પટેલે બધા રજવાડા એક કર્યા, સાલીયાણા બંધ કર્યા અને નેતાઓ (નિવૃત ધારાસભ્યો + સાંસદ સભ્યો)એ તેના પેન્શન શરૂ કર્યા, ભારત એકં એવો દેશ છે કે ત્યા એકવાર નેતા બની ગયા પછી તેના વારસામાં પેઢી સુધી કોઈ નોકરી કરતુ જ નથી, અમેરીકાના પુર્વ રાષ્ટ્રપતિ ઓબામાં આજે હાલ નોકરી કરે છે. દુનિયાના ફોરવર્ડ દેશો અમેરિકા, જાપાન, ઈઝરાયલ જેવા દેશોમાં કોઈ નેતાને પેન્શન પ્રથા છે જ નહીં. દુનિયાના દેશોમાં સીનીયર સીટીઝન થાય એટલે દરેક નાગરિકને એક સમાન પેન્શન આપવામાં આવે છે.  અહીં નિરાધાર ભીખ માંગે અને નેતાઓ મહેલમાં બેસી પેનશન લઈ રહ્યા છે.  આ દેશની જનતા કથાકારોને ઓળખી ગઈ તેમ હવે નેતાઓને પણ ઓળખી ગઈ છે. જો દેશમાંથી અંધશ્રધ્ધા નાબુદ કરી શકાય તો નેતાના પેન્શન પણ નાબુદ થઈ શકે. સોશ્યલ મીડીયાના માધ્યમથી કથાકારો પ૦ લાખ લેતા બંધ થયા પણ હવે મહામન્થનના માધ્યમથી નેતા પગાર લેતા બંધ કરયો થાશે. તે માટે જનતાએ જાગૃત થવું પડશે. કોઈપણ પક્ષ ચૂંટણી ઢંઢેરામાં ચાર મુદ્દા જ લાવશે, ભ્રષ્ટાચાર, ગરીબી, મોઘંવારી અને વિકાસ કોઈપણ પક્ષ પાંચમાં મુદ્દાનું વચન નહીં આપ કે અમારી સરકાર બનશે તો નેતા પેનશન યોજના નાબુદ કરીશું.  હાલ ૭પ૦૦૦ નેતા પેનશનનો લાભ લઈ રહ્યા છે. દર પાંચ વર્ષે ૪૦ ટકા નેતાનો વધારો થાય છે. આ નેતાઓના એક મહિનાના પેન્શનમાં તો એક કલ્પસર યોજના પુર્ણ થઈ જાય, નેતા પેન્શન યોજના બંધરણમાં નથી, દેશ હવે ખોખલો થઈ રહ્યો છે. જીએસટીની આવક હવે જતીર હેશે, જનતા એ સુપ્રિમ કોર્ટ જવુ પડશે, આ કોઈ નાત, ધર્મ, પક્ષ કે કોઈ જ્ઞાતિ વિરોધી આક્રોશ નથી. આ ભારતના નાગરિક અધિકારી અને બંધારણની જોગવાઈનો મુદ્દો કરણભાઈ બારૈયાએ ઉઠાવ્યો છે.

Previous articleજાહેરનામાનો ભંગ કરતા બોટાદ હોટલના સંચાલકની ધરપકડ
Next articleશિશુવિહાર પાસેથી દેશી તમંચા સાથે ૧ ઝડપાયો