કાળીયાબીના યુવાનની હત્યાના ૩ આરોપી ઝડપાયા

1192

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ની સુચના અને માર્ગદર્શન હેઠળ બહુચર્ચીત કાળીયાબીડ મર્ડર કેસના ફરાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને એસ.ઓ.જી. પોલીસે નારી ચોકડી ખાતેથી ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, તા. ૧૯/૦૧/૨૦૧૯ ના રોજ ફરિયાદી ભગીરથભાઇ નરેશભાઇ હડીયલ રહેવાસી કાળીયાબીડ, અયોધ્યા સોસાયટી વાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અવી મતલબની ફરિયાદ જાહેર કરી હતી કે, તા. ૧૯/૦૧/૨૦૧૯ ના રોજ પોતે તથા પોતાના મિત્ર સુજાનસિંહ પરમાર રાત્રીના સાડા આઠેક વાગ્યે ભગવતી સર્કલ પાસે બજરંગદાસબાપાની મઢુલી પાસે શિવ પાન પાર્લર સામે ઓટલા ઉપર બેઠા હતા તે વખતે હરૂભા પીપળી., જે.ડી.સરવૈયા, જયદીપ લાખાણી, કોનાર્ક પરમાર તથા બીજા પાંચ અજાણ્યા માણસો તલવાર, છરી, ધારીયા જેવા હથિયારો લઇને આવેલ અને સુજાનસિંહ તથા પોતાને આ હથિયારો વતી માર મારેલ જેમા સુજાનસિંહનું મોત નીપજેલ અને ફરિયાદીની ખુન કરવાની કોશીશ કરેલ જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાને ખુનનો ગુન્હો રજી થયેલ અને તપાસ નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.રબારી એ સંભાળેલ અને ગુન્હામાં સંડોવાયેલ આરોપી જયદીપ સિંહ ઉર્ફે જયદીપ લાખાણી ભાવસિંહ જાડેજાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ ફરાર થઇ ગયેલ અને આ ગુન્હાની તપાસ એસ.પી. એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારને સોપેલ એસ.ઓ.જી.ની જુદી-જુદી ટીમો બનાવી ગુન્હાના ફરાર આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રોગતીમાન કરેલ એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળેલ હતી કે, ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ એક મો.સા.માં  નારી ચોકડી થઇ ભાવનગર શહેરમાં આવવાના છે જેથી એસ.ઓ.જી. પોલીસ નારી ચોકડી ખાતે વોચમાં હતી દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ જયદીપસિંહ ઉર્ફે જે.ડી. અર્જુનસિંહ મનુભા સરવૈયા ઉ.વ.૨૩ રહેવાસી વડવા ફાચરીયાવાડ, શેરી નંબર ૩ ભાવનગર, કોનાર્ક ધર્મેન્દ્રભાઇ હરિભાઇ સોલંકી ઉ.વ.૧૯ રહેવાસી પ્લોટ નં. એ-૪/૮૧૨ પટેલ પાર્ક, મહિલા કોલેજ પાછળ, મુની ડેરી ભાવનગર, હરવિજયસિંહ ઉર્ફે હરૂભા પીપળી મહાવિરસિંહ મહિપતસિંહ ચુડાસમા ઉ.વ.૨૫ રહેવાસી ગામ પીપળી તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદવાળાઓની ઝડપી પાડવામાં આવેલ છે. અને ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર+ નંબર જીજે  -૦૪- બીએમ -૧૮૧૯ નું કબ્જે લેવામાં આવેલ છે.

Previous articleજાફરાબાદના મીતીયાળા ગામે ભુમાફીયાઓ દ્વારા હડપ કરાયેલ જમીન છુટી કરાવવા માંગણી
Next articleરાણપુર પોલીસ દ્વારા કનારા મિલેટ્રી ચોકડી પાસે વાહન ચેકીંગ કરાયુ