દાહોદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

871

એસટી બસની હડતાળ પુરી થઇને ફરીથી રાબેતા મુજબ શરૂ થવાની સાથે જ એસટી બસના અકસ્માત પણ શરૂ થયાની ઘટના બની છે. દાહોદમાં શનિવારે મોડી રાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. એસટીના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારીને ટ્રક સાથે ટક્કર મારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં જામનગર એક્સપ્રેસ એસટી બસ પસાર થઇ રહી હતી. આ સમયે બસની ટ્રકના પાછળના ભાગે ટક્કર થઇ હતી. બસ અને ટ્રકના અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં જ હાઇવે ઉપર સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી.

એસટી બસ ચાલકે ગફલતભરી બસ હંકારતા બસને અકસ્માત નડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Previous articleયુવતીએ મવડી બ્રિજ ઉપરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યુ
Next articleસુરતઃ SOGને મળી મોટી સફળતા, ૧૦૦ની નકલી નોટો સાથે ૧ ઝડપાયો