રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદી માહોલ

555

રાજ્યભરની સાથો સાથ આજે ભાવનગર શહેર અને જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધુળની ડમરી સાથે વાવાઝોડાની માફક પવન ફુકાવા સાથે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો હતો.

રાજ્યભરના અનેક શહેરોમાં આજે અપરએર સરક્યુલેસનનાં પગલે વાતાવરણ પલ્ટો આવ્યો હતો જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વાવાઝાડો માફક સરેરાશ ૩૦ કી.મી.ની ઝડપે પવન ફુકાયો હતો આજે સવારે પણ ઠંડો પવન ફુંકાયો હતો જ્યારે સાંજના સમયે વાદળો છવાયા હતા. તો જિલ્લાનાં કેટલાક સ્થળોએ હળવા વરસાદનાં છાંટા પડ્યા હતા જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવા ઉપરાંત માછીમારોને દરીયો ન ખેડવા સુચના અપાઈ છે.

Previous articleભાજપ દ્વારા શહેરમાં કમલ દીપ પ્રગટાવાયા
Next articleએલર્ટનાં પગલે વાહન ચેકીંગ કરાયું