ICCની બેઠકમાં BCCIએ ટીમ ઈન્ડિયાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, મળ્યું આશ્વાસન

554

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ બુધવારે બીસીસીઆઈને આશ્વાસન આપ્યું કે, તે પુલવામા હુમલાને જોતા આગામી વિશ્વકપ દરમિયાન ભારતની સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે ’બધુ’ કરવા તૈયાર છે.

દુબઈમાં આઈસીસીના મુખ્ય કાર્યકારીઓની સમિતિ (સીઈસી)ની બેઠકની શરૂઆતમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ ૩૦ મેથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલાની જાણકારી રાખનારા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું, બીસીસીઆઈ તરફથી રાહુલ જોહરીએ સીઈસીની બેઠકમાં ભારતીય ટીમ, મેચ અધિકારીઓ અને ભારતીય પ્રશંસકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. જાણવા મળ્યું કે, જોહરીએ સીઈસીને કહ્યું કે, બીસીસીઆઈને આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડને સુરક્ષાની જે યોજના બનાવી છે તેના પર વિશ્વાસ છે. અધિકારીએ કહ્યું, આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસને બીસીસીઆઈને આશ્વાસન આપ્યું કે, તેની ચિંતા દૂર કરવા માટે આઈસીસી દરેક પ્રયાસ કરશે. સુરક્ષા પર ચર્ચા શરૂઆતી એજન્ડામાં સામેલ ન હતી.  પરંતુ બીસીસીઆઈએ ભાર આપ્યા બાદ તેને ઐપચારિક રૂપથી બેઠકમાં સમાવવામાં આવી હતી.

Previous articleઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપના ઈરાદાથી ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
Next articleજૂનાગઢમાં મીની કુંભ મેળાનો પ્રારંભ : ટ્રેનો-બસોની સુવિધા