ATSએ ૬ વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું ૧ લાખનું ઇનામ

702

ગુજરાત એટીએસએ અમદાવાદ ના દસક્રોઈ વિસ્તારમાંથી એક નક્સલવાદીની ધરપકડ કરી છે. ઝારખંડના ધનબાદમાં બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ઝડપાયેલ નકસલી છેલ્લાં ૬ વર્ષથી વોન્ટેડ હતો.

આરોપી સીતારામ માંઝી નક્સલવાદી ક્રાંતિકારી કિસાન કમિટી સંસ્થા સાથે જોડાયેલો હતો. વર્ષ ૨૦૧૪માં લોકસભા ઇલેક્શનમા પોતાના નક્સલ વાદીઓ સાથે રહી પોલીસ જીપને પણ ઉડાવી દીધી હતી. અને ત્યારબાદ ઝારખડથી ફરાર થઈ નાસ્તો ફરતો હતો.

જો કે, ગુજરાત છ્‌જીએ ચોક્કસ બાતમીના આધારે તેને પકડી લેવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છેકે આરોપી સીતારામ માંઝી પર ઝારખંડ સરકારે ૧ લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ હતું.

હાલ એટીએસ દ્વારા આરોપીને ઝારખંડ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleઅમદાવાદમાં ૨થી ૧૬ માર્ચ સુધી ધારા ૧૪૪ લાગુ, ૪થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ
Next articleકરજણ પોર પાસે હાઇવે પર અકસ્માત : બે યુવકોનાં મોત