વલસાડઃ ભૂકંપના બે આંચકા અનુભવાયા, એકની ૩.૧ અને બીજોની ૪.૪ની તીવ્રતા

622

વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સવારના સમયે આવેલા ભૂકંપના આંચકના પગલે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ભયના પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સિસ્મોગ્રાફી વિભાગે આપેલી માહિતી પ્રમાણે ૩.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે સિસ્મોગ્રાફી યંત્ર ઉપર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સવારે ૧૧.૧૪ કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બનાસકાંઠામાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી ૩૦ કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે.

મંગળવાર રાત્રે ૧૧.૯ મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે મંગળવારે દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હુદિુંકુશ પર્વત પાસે બતાવવામાં આવ્યું હતું. રિક્ટર સ્કેલ પર ૫.૬ ની તીવ્રતા નોંધાઈ હતી.

અહીં પણ પૂરી રાજધાનીમાં ભૂકંપને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ડિસેમ્બરમાં પણ બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સવારે ૩.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાલનપુરથી ૧૩૭ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.

Previous articleમહીસાગરઃ બાળ વાઘનાં પગલા દેખાયાઃ ફોરેસ્ટર આર.વી. પટેલ
Next articleવિંગ કમાન્ડર અભિનંદનની મુકિત બાદ કરાયેલ ઉજવણી