પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડા ખાતે ઉત્સવનો વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ

1222
gandhi25122017-4.jpg

પારસીઓના પવિત્ર સ્થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્સંવનો કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રી યમંત્રી મુખ્તાર અબ્બાાસ નકવીની ઉપસ્થિરતિમાં પ્રારંભ કરવામાં આવ્યોમ હતો. ઉદવાડા ઉત્સણવ તા.૨પમી ડીસેમ્બાર સુધી યોજાશે. 
કાર્યકારી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, વિશ્વનો સૌથી નાનો સમાજ એ પારસી સમાજ છે. જેણે વિશ્વને તેની સંસ્કૃતિ, ટેકનોલોજી, વિજ્ઞાન, ઉદ્યોગ સહિતના ક્ષેત્રને નવી ઉંચાઇઓ બક્ષી છે. દેશના ગૌરવવંતા પારસીઓએ આન બાન અને શાન સાથે ગુજરાતને વૈશ્વિક સ્તરે ચમકતુ રહે તે માટે યોગદાન આપ્યું્‌ છે. જર્મનીમાં શ્યામજી કૃષ્ણુવર્મા, સરદાર રાણા અને મેડમ કામાએ ઇ.સ. ૧૯૨પ માં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. 
ગુજરાતની મિઠાશ વધારવા પારસીઓનો ફાળો બહુમૂલ્ય છે. ગુજરાતની પ્રજા સાથે પારસીઓ દુધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. મુસીબતમાં સંઘર્ષનો સામનો કેવી રીતે કરાય તે આપણે પારસીઓ પાસેથી શીખ્યાજ છીએ. પારસીઓએ આપણને હસતા શીખવ્યું  છે. દેશમાં પારસી સમાજે પ્રેમ, સ્નેહ આપ્યો  છે તેમ કાર્યકારી મુખ્યિમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  હતું. 
ઉદવાડા સાંપ્રદાયિક સદભાવનાનું સૌથી મોટું તીર્થધામ છે. સરકાર, સમાજ, સંસ્થા અને પારસી સમાજ સાથે જોડાઇને ઉદવાડાના આ પવિત્ર સ્થળને વૈશ્વિક ઓળખ મળે અને ગ્લોબલ કેપીટલ તરીકે આગળ વધે તે માટે રાજય સરકાર કટિબધ્ધત હોવાનું 
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  હતું. ગુજરાતમાં વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવું છે. આવનારી પેઢી ઉચ્ચ મૂલ્યો સાથે જોડાય અને ગરવી ગુજરાતનું નિર્માણ થાય તેવો પ્રયાસ રાજય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. 
ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે વર્લ્ડે કેપીટલ બનવા આગળ વધી રહયું છે, ત્યા રે શ્રીજી ઇરાનશા નવી શકિતના સર્જન માટે જરૂર પ્રેરણા આપશે, એવો અહોભાવ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યીકત કર્યો હતો. 

Previous articleભુંડ પકડવા બનાવેલા ગાળિયામાં ‘દીપડો’ ફસાયો
Next articleસતત બીજીવાર શપથ લેનાર રૂપાણી ચોથા મુખ્યમંત્રી બનશે