હવે હું એકલી નથી,મારા જીવનમાં કોઇ ખાસ છેઃ કંગના રનૌત

638

એકટ્રેસ કંગના રનૌત સાથે જાણે કે વિવાદ હંમેશા જોડાયેલો જ રહે છે. ક્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારેક પોતાના આગવા લાક્ષણિક અંદાજથી તો ક્યારેક પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. હાલમાંજ આવા એક ઈન્ટરવ્યુમાં કંગનાએ એક ખુલાસો કર્યો છે. કંગનાએ કહ્યુ કે તે એક ખાસ રિલેશનશિપમાં છે. જો કે તે કોની સાથે રિલેશનશિપમાં છે તે અંગે હાલ જાણકારી આપી નથી. કંગનાએ કહ્યુ કે હું આજકાલ ખુબજ ખુશ છુ કેમકે મારા જીવનમાં કોઈ ખાસ છે. હવે હુ એકલી નથી.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર હાલમાં જ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં રિલેશનશિપ સ્ટેટસને લઈને જાણકારી આપી હતી. કંગનાએ હસતા કહ્યુ કે હા મારી જિંદગીમાં પણ કોઈ ખાસ છે. કંગનાએ કહ્યુ કે આજે જે મુકામ પર હું ઉભી છુ ત્યાં રેગ્યુલર ડેટીંગ જેવુ મારા માટે હવે જરૂરી નથી. હા એવુ જરૂર હતુ કે તેને એક સાથીની જરૂર હતી જે તેને સાથ આપે ઉત્સાહિત કરે તેના દરેક પગલાંમા સાથ આપે. રિપોર્ટસ અનુસાર કંગના જ્યારે રિલેશનશિપમાં શું એક્સપેક્ટ કરી રહી છે તેવુ પુછ્યુ તો કંગનાએ કહ્યુ કે હુ જ્યારે ૨૦ વર્ષની હતી ત્યારે મારી વ્યાખ્યા કંઈક અલગ હતી આજ કારણ છે કે હવે તેને હેન્ડલ કરવી ખુબજ સરળ છે કેમકે તે પહેલા કરતા ખુબજ પાકટ બની ચુકી છે.

 

Previous articleટીવી શૉ કપિલ શર્માના શૉમાં કમબેક કરશે નવજોતસિંહ સિદ્ધુ..!!
Next articleશ્રધ્ધા કપૂરને જન્મદિવસની ગિફ્ટ મળીઃ ફિલ્મ સાહોનો બીજો મેકિંગ લૂક રિવીલ કરાયો