અશ્વિન અને જાડેજાને બહાર કર્યા નથી : કુલદીપ

603

ભારતના યુવા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કહ્યું છે કે, કોઇ ખેલાડીને બહાર કરવામાં તેની કોઇ ભૂમિકા રહી નથી. તેની અને યુજવેન્દ્ર ચહલ વચ્ચે સ્પર્ધાના પરિણામે અનુભવી સ્પીનર રવિન્દ્ર જાડેજાની જગ્યા ખતમ થઇ ગઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કુલદીપે કહ્યું હતું કે, તેના દ્વારા કોઇપણ બહાર કરવામાં આવ્યા નથી. હાલમાં ચહલ અને કુલદીપની જોડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિયમિત રમવા લાગી ગઇ છે જેના કારણે અશ્વિનને પણ તક મળી રહી નથી જ્યારે રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્પીનર તરીકે રહ્યો છે. કુલદીપે કહ્યું હતું કે, આવું માનવા માટે કોઇ કારણ નથી. અમે કોઇને બહાર કરી રહ્યા નથી. અમને તક મળી છે અને અમે સારો દેખાવ કરી રહ્યા છીએ. અશ્વિન અને જાડેજાએ પણ ભારત માટે હંમેશા જોરદાર દેખાવ કર્યો છે. ટેસ્ટ મેચોમાં અશ્વિન અને જાડેજા હજુ પણ રમી રહ્યા છે. કુલદીપે કહ્યું હતું કે, અમે આ બંને બોલરોથી ઘણી બધી ચીજો શીખી રહ્યા છે. તેમની પાસે ખુબ અનુભવ છે. જ્યારે તે ટેસ્ટમાં હતો ત્યારે ઘણી બધી ચીજો સિખવા મળી છે. કુલદીપે પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને બે વિકેટ ઝડપી હતી. જાડેજાને પ્રથમ વનડેમાં કોઇ વિકેટ મળી ન હતી. અલબત્ત તેની બોલિંગ ખુબ શાનદાર રહી હતી. કુલદીપના કહેવા મુજબ શોન માર્શ તેની બોલિંગમાં ખુબ સારી બેટિંગ કરે છે. માર્શ સ્પીન બોલિંગ સામે શાનદાર બેટિંગ કરી શકે છે. કુલદીપે એમ પણ કહ્યું હતું કે, માર્શની બેટિંગમાં અભ્યાસ કર્યા બાદ તેની સામે બોલિંગ નાંખવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની સામે ૧૨ મેચોમાં તેનો દેખાવ શાનદાર રહ્યો છે. બેટિંગમાં પણ તેની બેટિંગ શાનદાર રહી છે. દરેક સત્રમાં તેની બેટિંગ અસરકારક જોવા મળી રહી છે.

Previous articleભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે નાગપુરમાં વનડે જંગ
Next articleHDFC બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ વધશે