ગારિયાધારમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું

563

ગારિયાધાર શહેરના નવનિર્મિત બસ ડેપોનું આજરોજ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ અત્રેના એસ.ટી. ડેપોના પટાંગણમાં રાખવામાં આવેલ હતો. જેમાં સાંસદ અમરેલી, ન.પા.પ્રમુખ ગારિયાધાર, મામલતદાર ગારિયાધાર, શહેર-તાલુકા ભાજપ આગેવાનો તથા ડી.સી. ભાવનગર એસ.ટી.  વિભાગ સહિતના એસ.ટી. વિભાગના અધિકારીઓ હાજર રહેલ, કાર્યક્રમ દરમ્યાન સાંસદ અમરેલી દ્વારા લોકાર્પણ કાર્યક્રમ બાદ મુસાફરોને વધુ સરળતા રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાશે તેમ જણાવેલ. અને મહત્વની રૂટોની બસો કે જે ગત દિવસોમાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે તે પુનઃ ચાલુ કરી દેવાની જાહેરાત પણ કરેલ.

જયારે આ કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન ગારિયાધાર શહેરના મારવાડી નગરના રહિશોનો વર્ષો જુનો જે પ્રશ્ન હતો અને આજ પ્રશ્ને અઠવાડીયા જેટલા સમયથી અત્રેની મામલતદાર કચેરીના દરવાજા પાસે ધરણા ધરવા છતા ઉકેલ ન આવતા ગુજરાત જન ચેતના પાર્ટીના આગેવાનો તથા રહિશો કે જે ધરણામાં બેસેલ હોય તમામ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કાર્યક્રમમાં છેક સ્ટેજ સુધી પહોંચીને નેતાગણને રજુઆત કરેલ જો કે નેતાગણ દ્વારા પ્રશ્ન હલ થાય તેવા પ્રયાસો તંત્ર કરશે તેમ આશ્વાસન પણ મળેલ પરંતુ અરજદારોને વાત ગળે ન ઉતરતા હાયરે ભાજપ હાયરે મોદીના સુત્રોચ્ચાર કરવામાં આવેલ. જો કે ઘટના બાદ કાર્યક્રમ પુર્ણ થયેલ અને બાબતે શું થ ાય તે જોવું રહ્યું.

Previous articleસિહોરની શિવશક્તિ સોસાયટી ખાતે હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Next articleરાણપુર તાલુકાના અલમપુર-ઉમરાળા વચ્ચે પાણીનો થઈ રહેલ બેફામ બગાડ