સ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ લક્ષી કામોના ૮ર જેટલા ઠરાવો ચર્ચા બાદ પાસ થયા

848

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થયા અને આચાર સંહિતાઓ આવી પડે તે પહેલા ભાવનગર મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમિટિએ શહેરી વિકાસના કરોડો રૂપિયાના ખર્ચ સાથેના કામોને આજે ચર્ચા વિચારણાના અંતે બહાલી આપી છે. સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કમિ. ગાંધી, નાય. કમિશ્નર ગોવાણ, ડે. કમિ. રાણા, સીટી એન્જી. ચંદારાણા વિગેરે અધિકારીગણ હાજર રહ્યા હતાં.

મળેલી આ બેઠકમાં એજન્ડા પર ૮ર જેટલા ઠરાવો રજુ થવા પામેલ. જેમાં વિકાસલક્ષી કામો છે. આ ઠરાવો સંબંધે કેટલાક કામો અંગે અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડયા, ધીરૂભાઈ ધામેલીયા, કુમાર શાહ, અનિલ ત્રિવેદી ઉષાબેન તલરેજીયા વિગેરેએ ઘણા બધા એજન્ડાના મુદ્દે કેટલીક મહત્વપુર્ણ ચર્ચાઓ કરી હતી.

ખાસ કરીને સભ્યોએ રોડ રસ્તાના કેટલાક પ્રશ્નો સંબંધે સવાલો ઉભો કર્યા હતા જે પ્રશ્નોના રોડ એન્જીનિયર મકવાણાએ દર વખતની જેમ તડને ફડ જવાબો આપી દિધા હતાં. આજની બેઠકમાં કુતરાનો અને ખુટીયાનો ત્રાસ નિવારવાની પણ માંગણી થયેલ, તો બીજી બાજુ ગંદા કચરાના પ્રશ્નો જેમાં પેટી પોઈન્ટો અને કચરો ઉપડતો ન હોવાની ફરિયાદો થયેલ.

બેઠકમાં ધીરૂભાઈ ધામેલીયાએ સ્વીપર મશીનની કામગીરી અંગેના પસંદગી વ્યકત કરી રજુઆત કરેલ  જેમાં તેમણે માસિક રૂા. ત્રણ લાખના ખર્ચેનો ઉલ્લેખ કરી આ મશીનો કેવુ કામ આપે છે. તેની વિગતે ચર્ચા કરી હતી. તેમણે ૧પ લાખના રોબટની વાત કરી તંત્રે જવાબ દિધો તે સામે તેમને કહ્યું કે હું ભાવનગરમાં જ રહું છું રોડ પર બે નિકળું છું. એટલે વિગતો જાણું છું.

ચેરમેન કિધુ હજી ૧ઢ લાખ દેવાના બાકી છે આપણે સાથે મળીને તપાસ કરી લેશું. ડ્રેનેજ પ્રોજેકટ મુદ્દે અભયસિંહ ચૌહાણે કહ્યું કે આ પ્રોજેકટનું પાીણની ટાંકી જેવું નો થાય તે જોજો. કુંભારવાડા રોડ ખાડો એમનો એમજ છે, તેવી રાજુભાઈ પંડયાની ફરિયાદ કરી. રોડને અડીને આવેલા બાવળો કાઢી નાખો તેવી ચેરમેન તંત્રને સુચના આપી. રૂા. ર,૪૭,પ૦૦ જેવું પેમેન્ટ ચુકવાનો પ્રશ્ન સ્ટેન્ડીંગમાં ફરી કેમ પાછો આવ્યો. પંડયા જિલ્લા પંચાયતની ડાયરીના વખાણ કર્યા તો અનિલ ત્રિવેદીએ ડાયરી સીંગલ બનાવવાની વાત કિધી. કુમાર શાહેમ ેટલ, ગ્રાઉન્ટીંગ કામની વિગત રજુ કરી. ધીરૂભાઈ અને અભયસિંહ ચૌહાણે જે વિસ્તારોમાં રોડ નથી થયા ત્યા રોડ બનાવી લોકોને સુવિધા આપો, રોડ ઉપર રોડનો બનાવો લોકોમાં ચર્ચા થાય છે. નવા રોડ બનાવો અમારા રોડ ઉપર ધુંડ ઉડે છે. તેવી વાત ધિરૂભાઈ કિધી. રોડ રસ્તાના બમ્ફરોની ચર્ચા પણ ઠીક ઠીક ચાલી ર૦ જેટલા નગરસેવકોની રજુઆતો થયાની તંત્રે વિગત આપી. વળી રાજુભાઈ પંડયાએ એવી ગંભીર ફરિયાદો કરતા એવું વિધાન પણ કહ્યું કે ભાવનગરના રોડ રેઢા મુકાય ગયા છે. ભાવનગરને રેઢુનો મુકો કામ કરો.

જોગીવાડ ટાંકી લાખાણીના દવાખાના પાસે કચરાની કુમાર શાહે ફરિયાદ કરી. પીરછલ્લાના કચરા પોઈન્ટની ઉષાબેન તલરેજીયાએ વાત કરી તેમણે ડ્રેનેજોના ઢાંકાણાઓ નથી નવા ઢાંકણા નાખવાની ગંભીર ફરિયાદ કરી કિધુ કે પાણી લાઈનોમાં ગંદા પાણીની ફરિયાદો આનાથી જ ઉભી થાય છે. અભયસિંહ ચૌહાણે ઈલેકશન પહેલા આ કામો પુરા થશેને તેમ કહ્યું. ચેરમેન યુવરાજસિંહ આ કામો ઝડપભેર શરૂ કરી દેવા અને પુરા કરવા તંત્રને સુચના દિધી. સભ્યોના સવાલો પછી તંત્ર કિધુ આ બધા પ્રશ્નોના ઉકેલો ઝડપથી થશે આમ કમિટિમાં સભ્યો અને તંત્ર વચ્ચે પ્રશ્નોની ચર્ચામાં આવા ચીલાચાલુ જવાબો પણ અપાયા હતાં.

Previous articleવિવેકાનંદ મંડળના યુવાનોને સ્પોટ્‌ર્સ કિટનું વિતરણ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Next articleપ્રજાપતી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રીની ઉજવણી કરાઈ