અકુંશરેખા ઉપર ભીષણ ગોળીબાર યથાવત જારી

430

પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પુંચ જિલ્લામાં અંકુશરેખા પર અગ્રિમ ચોકીઓ અને ગ્રામિણ વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર જારી રાખ્યો છે. રાજૌરી જિલ્લામાં સુંદરબાની સેક્ટરમાં સમગ્ર રાત્રિ ગાળા દરમિયાન અને પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આજે વહેલી પરોઢે  ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોઇ ખુવારી થઇ નથી પરંતુ સરહદે વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસમાં જ ૬૦ ખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે જેમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે.

દરમિયાન ભારતે પાકિસ્તાનને કાર્યવાહી કરવાની ફરી એકવાર ચેતવણી આપી છે જેના લીધે સ્થિતિ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી આસપાસના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ છે. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજૌરી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૬૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. જેમાં ચાર નાગરિકોના મોત થયા છે. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે.

Previous articleરાફેલ કેસ : રક્ષા મંત્રાલયથી ડિલના દસ્તાવેજો ચોરી થયા
Next articleઅયોધ્યા કેસ : મધ્યસ્થી મામલે સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો