તાલાલાના ધારાસભ્યને સસ્પેન્ડ કરાતા રાજુલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયુ

0
321

રાજુલામાં આજરોજ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.  આજરોજ કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ અને બાબુભાઈ જલોનધારા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોશીની આગેવાનીમાં આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ભાજપના અનેક ધારાસભ્યો સજા પામેલા છે તો કિન્નાખોરી રાખી તાલાલાના ધારાસભ્યને કેમ સસ્પેન્ડ કરાયા ? તેવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપી આ સસ્પેન્શન પાછું ખેંચવા માંગ કરી હતી. બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં. પ્રસંગે રાજુલા શહેર અને તાલુકાના આગેવાનો બળવંતભાઈ લાડુમોર ઘનશ્યામભાઈ લાખણોત્રા સહિત અનેક કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થ્તિમાં ડેપ્યુટી કલેકટર ડાભીને આવેદનપત્ર આપતા કહેલ કે અમને રાજકીય દાવપેચમાંથી બાદ કરી અમોને ન્યાય મળવો જોઈએ. ં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here