વિશ્વ કપ ટીમમાં ધોનીનું હોવુ મહત્વપૂર્ણ, ૫મા ક્રમે કરે બેટિંગઃ રૈના

607

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર છે અને વિશ્વ કપમાં ભારતના મધ્યક્રમમાં તેમનુ હોવુ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનારા રૈનાએ કહ્યું, ધોની માટે સારું છે કે તેઓ પાંચમા અને છઠ્ઠા સ્થાન પર સારી બેટિંગ કરે. તેમનામાં રમત પ્રત્યેની નિષ્ઠા સારી છે અને તેમની પાસે વર્ષોનો અનુભવ છે. જ્યારે પણ ટીમને જરૂર પડે છે ત્યારે તેમણે આક્રમક ઈનિંગ રમી છે અને ટીમને જીત અપાવી છે. ધોની જેવી રીતે મેચને સમાપ્ત કરે છે, તે ખરેખર અદ્ભૂત છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે રૈનાએ કહ્યું, મારા વિચારથી વિરાટે ત્રીજા અથવા ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. જો ભારતનો શીર્ષ ક્રમ જલ્દી આઉટ થઈ જાય તો વિરાટ ભારતીય ટીમને સંભાળવામાં સક્ષમ છે. રૈનાએ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મેજબાન હોવાની સાથે ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપની મજબૂત દાવેદાર રહેશે. જોકે, ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ આ દોડની પ્રબળ દાવેદાર છે.

ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું, મારા મત મુજબ સંતુલિત ટીમ વિશ્વકપ જીતશે. ઈંગ્લેન્ડમાં ફાસ્ટ બોલરોને ખૂબ મદદ મળશે, પરંતુ આપણે જોયુ છે કે થોડા સમયથી સ્પિનરોએ પણ અહીં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેમણે કહ્યું, ગયા વર્ષે જ્યારે હું આયરલેન્ડ અને ઈંગ્લેન્ડની સામે રમ્યો હતો તો આપણા સ્પિનરોએ સારું પ્રદર્શન કર્યુ હતું. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડી છે, જે ટીમ માટે લાભકારક છે અને આપણા ફાસ્ટ બોલર દરેક વાતાવરણમાં મેરેથોન પ્રદર્શન કરે છે.

Previous articleદિવ્યંકા ત્રિપાઠી દહિયા ૧૦ મિલિયન માર્કને હિટ કરવા માટે પ્રથમ ટીવી સેલિબ્રિટી બન્યા!
Next articleઇંગ્લેન્ડ સામે ભારતની સતત ત્રીજી હાર, ગુમાવી ટી-૨૦ સિરીઝ