સિહોર કોંગ્રેસના આગેવાનોએ વિદ્યાર્થીઓના મો. મીઠા કરાવ્યા

667

ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ની ગુજરાત ની બોડઁ ની પરીક્ષા શરૂ થતા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પણ આ દરેક પરીક્ષાથીઁઓ ભવ્ય સફળતા પૂર્વક પાસ થઈ સિહોર શહેર નુ નામ ગુજરાત અને સમગ્ર દેશમાં ગુંજતુ કરે તેવી આશા સેવી રહયુ છે. સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ની અધ્યક્ષતામાં દરેક પરીક્ષાર્થીઓને મોઢા મીઠા કરાવી તેમજ તેમને ભવ્ય  સફળતા મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને સાથે અને સમગ્ર સિહોરજનો નુ ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ  શુભેચ્છા કાર્યક્રમમાં  પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, ગીતાબેન કોતર, યોગેશભાઈ વ્યાસ,પરેશભાઇ શુકલ, કરીમભાઇ સરવૈયા,  રાજુભાઈ ગોહેલ, માનશંગભાઇ ડોડીયા, નૌશાદભાઇ કુરેશી,  અમૃતભાઇ રાઠોડ,પરેશભાઇ બાજક, ડી.પી.રાઠોડ  સાથે બહોળી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો હાજર રહી શુભેચ્છાઓ  પાઠવી હતી.

Previous articleભાવનગર જિલ્લા આચાર્ય સંઘે ૧.ર૯ લાખ શહીદ ફાળો એકત્રિ કર્યો
Next articleસાંકડી કુઈમાં ગરક થયેલા મીતીયાળાના આધેડને બચાવતા પુર્વ તા.પ.પ્રમુખ બારૈયા