ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે રાણપુરમાં સાહિત્ય કોર્નર

1026

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મભુમિ રાણપુર ખાતે પોલીસ સ્ટેશન ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ના હસ્તે આ મેઘાણી સાહિત્ય કોર્નર નો શુભારંભ કરવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત વિવિધ પ્રકારના ૭૫ જેટલા પુસ્તકો સાહિત્ય કોર્નર માં મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ઝવેરચંદ મેઘાણી ના જીવન ચરીત્રની વિશે વાતો કરી હતી અને આજના યુવાનો ને આવા એતિહાસિક પુસ્તકો વાંચવા થી ખુબજ પ્રેરણા મળી શકે તેમ છે તેવુ તેમણે જણાવ્યુ હતુ.આ પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પીનાકી મેઘાણી, રાણપુર પી.એસ.આઈ. એ.પી.સલૈયા, સરપંચ અબ્બસભાઈ ખલાણી,છઁસ્ઝ્ર ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,પુર્વ સરપંચ જીવાભાઈ રબારી, ઉસ્માનભાઈ દેસાઈ, જગદીશભાઈ વકીલ, હરેશભાઈ જાંબુકીયા, રાજુભાઈ શાહ, રામજીભાઈ ભરવાડ, વામનભાઈ સોલંકી, રેમતુભા પરમાર સહીત અનેક વરિષ્ટ આગેવાનોની હાજરીમાં મેઘાણી સાહિત્ય કોર્નર ને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.આ મેઘાણી સાહિત્ય કોર્નર ના વિવિધ પુસ્તકો વાંચીને રાણપુર શહેર ના લોકો ને લોક સાહિત્ય ની વિશેષ માહીતી મળશે.

Previous articleસીઆઈએસએફ દ્વારા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ
Next articleરાણપુરની ગોપાણી કોલેજમાં આ.રા. મહિલા દિનની ઉજવણી