અમદાવાદમાં એક વિસ્તારમાં મૂકાયાં હવા શુદ્ધ કરતાં ૬ મશીન્સ

540

બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપની સાથે એમઓયુ કરીને બહારના વાતાવરણમાં પ્રદૂષણ નિયંત્રણ કરતા ૬ મશીન મુકવામાં આવ્યા છે.પૂણેની એક કંપની જોડે કરાર કરીને બોપલ ઘુમા નગરપાલિકાએ પ્રદૂષણથી નાગરિકોને રાહત મળે તે માટે સુંદર પગલું લીધેલું છે. આ મશીન હવામાથી ઘાતક એવા પીએમ ૨.૫ અને ૧૦ ને પણ વાતાવરણમાંથી ૩૫ થી ૪૦% ઓછા કરે છે. મશીન  અંદર ઇનલેટ પ્રદૂષિત હવાને ખેંચે છે પછી એના ફિલ્ટરમાં તે જ હવાને ચોખ્ખી કરી આઉટલેટથી બહાર છોડે છે. ઘાતક રજકણોની સાથે આ મશીનો ગંધ,દુર્ગંધ,વેહિકલ ફયુમ્સ તથા સ્મૉગને પણ અંદર ખેંચી લે છે.

Previous articleપાટનગરનાં ૨૮ હજાર બાળકોને પોલિયો વિરોધી ટીપા પીવડાવાશે
Next articleશ્રીગંગાનગર પાસે દેખાયું પાક. ડ્રોન! એરફોર્સે તોડી પાડ્યું