રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : ત્રણ પ્રધાન સામેલ

1640

લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજકીય ઘટનાક્રમનો દોર જારી રહ્યો છે. રાજકીય ઘટનાક્રમની વચ્ચે ગુજરાતમાં મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. શપથવિધિ કાર્યક્રમમાં તમામ ટોચના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તરણને પણ લોકસભા ચુંટણીના અનુસંધાનમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભાજપના મિશન-૨૬ના ભાગરૂપે તેને ગણવામાં આવે છે. આજે ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપથવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા જાડેજા) અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. રાજયપાલ ઓ.પી.કોહલીએ નવા ત્રણેય મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હવે ચાવડાને સહકાર ખાતાની જવાબદારી સોંપાય તેવી શકયતા છે.

ત્રણેય નવા મંત્રીઓએ પ્રધાનપદના શપથ લીધા બાદ તેમના વિસ્તારોના કામો અને લોકસેવા કરવાની નેમ વ્યકત કરી હતી. નવા મંત્રીઓએ જણાવ્યું કે, હવે મંત્રી બન્યા બાદ તેમની જવાબદારી વધી છે અને તેથી લોકોના કામો અને અપેક્ષાઓ સંતોષવાના પૂરા પ્રયાસ કરીશું. એટલું જ નહી, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની ૨૬માંથી ૨૬ બેઠકો જીતાડવાના નિષ્ઠા સાથેના અસરકારક પ્રયાસો પણ કરીશું. આજના શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. તમામ ત્રણ મંત્રીઓને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ શપથ લેવડાવ્યા હતા.  જવાહર ચાવડા પછી રાજ્યપાલ ઓ.પી. કોહલીએ યોગેશ પટેલને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી તરીકેના શપથ લીધા હતા. નીતિન પટેલે શપથવિધી કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈકની અસર ગાંધીનગરમાં પડી છે. નીતિન પટેલ આજે પહેલી વખત પાકિસ્તાન સામેના હુમલાના વખાણ ભરપેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આ ત્રણેય મંત્રીઓ ઁપીએમ મોદીની રાષ્ટ્રભક્તિના કારણે ભાજપમાં જોડાયા છે.

દેશભરની જેમ લોકો બીજેપીમાં જોડાઇ રહ્યા છે, તેમ આજે ગુજરાતમાં પણ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. નીતિન પટેલે પોતાની વાત કરતા જણાવ્યું કે, નેતા હોય તો મોદી જેવા હોવા જોઈએ કહી ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે. ગઈકાલે જવાહર ચાવડાએ પાક સામેની કાર્યવાહીને લઇને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ભળેલા સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો. પરંતુ પાર્ટી તરફથી તેમને પંચમહાલ બેઠક પર ચૂંટણી લડાવવાની બાંહેધરી મળી હોવાનું બહાર આવ્યું છે.

કેબિનેટ મંત્રીઓ

મુખ્યમંત્રી વિજય રુપાણી

ના. મુખ્યમંત્રી નીતિન પટેલ

આર.સી.ફળદુ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કૌશિકભાઈ પટેલ

સૌરભભાઈ પટેલ

ગણપતભાઈ વસાવા

જયેશભાઈ રાદડીયા

દિલીપ ઠાકોર

ઈશ્વરભાઈ પરમાર

કુંવરજી બાવળિયા

જવાહર ચાવડા

રાજ્યકક્ષાના મંત્રીઓ

પ્રદિપસિંહ જાડેજા

પરબતભાઈ પટેલ

પરષોત્તમભાઈ સોલંકી

બચુભાઈ ખાબડ

જયદ્રથસિંહ પરમાર

ઈશ્વરભાઈ પટેલ

વાસણભાઈ આહીર

વિભાવરીબહેન દવે

રમણભાઈ પાટકર

કિશોરભાઈ કાનાણી

યોગેશ પટેલ

ધર્મેન્દ્રસિંહ જાડેજા

 

Previous articleભારત આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે