અમરેલી જિલ્લાના ખેડુતોને પાક વીમો ચુકવવા કોંગી ધારાસભ્યો દ્વારા રજૂઆત

902

અમરેલી જિલ્લાના કોંગ્રેસના પાંચ ધારાસભ્યો દ્વારા જિલ્લાના ખેડૂતો તાત્કાલિક અસર થી પાકવિમો મળે તેમાટે રાજ્ય સરકારને રજુઆત કરી છે ધારાસભ્યો દ્વારા જણાવ્યું છે કે નબળું વરસ ના કારણે જગતના તાત ની સ્થિતિ ખુબજ કફોલી બની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નૈતિકાના ધોરણે પાકવિમાની જાહેરાત કરી ત્વરિત ચુકવણી કરવી જોઈએ

અમરેલીનાધારાસભ્ય અને વિરોધ પક્ષનાનેતા પરેશભાઈ ધાનાણી,લાઠીના વિરજીભાઈ ઠૂંમર,સાવરકુંડલના પ્રતાપભાઈ દુધાત,ધારીના જે,વી, કાકડીયા, અને રાજુલામાં અમરીશભાઈ ડેર મળી તમામ પાંચ ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી ખેડૂતોને પાક વિમાની ચૂકવણી કરવાની માંગ કરેલ છે  અમરેલીજિલ્લાના કોંગ્રેસના પાંચ પાંડવો સમાન ધારાસભ્યો દ્વારા સામુહિક નિવેદન આપ્યું છે કે જિલ્લામાં પાકવીમાં ની માંગને લય અનેકવાર આવેદનપત્ર તેમજ ધરણા,ઉપવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા છતાં પણ રાજ્યની મૂંગી અને બહેરી સરકારનું પેટ નું પાણી હલતું નથી વધુમાં જણાવ્યું હતું ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રવાસ કરે ત્યારે અનેક ખેડૂતો પાકવીમો કયારે મળશે તેવું પૂછી રહ્યા છે.

Previous articleરાજુલાના દરિયાકાંઠાના ગામોનો ખારાપાટ વિસ્તારમાં સમાવેશ
Next articleમજાદર મુકામે આજે કાગ એવોર્ડ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન