આંતર જિલ્લા વાહન ચોરી કરતા ૩ રીસીવર સહિત ૪ને ઝડપી લેતી બોટાદ એલસીબી

956

બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન  સાથેના સ્ટાફના પો.કો બળદેવસિંહ ફતેસિંહ, જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મુળ કાનીયાડ ગામનો અને હાલ અમદાવાદ ખાતે રહેતો પ્રકાશ ઉર્ફે માઇકલ જીલુભાઇ પરમાર ચોરીનુ મોટર સાયકલ વેચવા માટે બોટાદ ખાતેઆવનાર છે. જે આધારે બાતમી આધારે વોચમા રહી ઉપરોકત ઇસમ મોટર સાયકલ સાથે આવતા તેને રોકાવી પુછપરછ કરતા અને મો.સા ના એન્જીન – ચેસીસ નં પોકેટ કોપ (એકલવ્ય) સોફટવેર નો ઉપયોગ કરતા જાણવા મળેલ કે સદર મો.સા પોતે આઠેક વર્ષ પહેલા અમદાવાદ રાજીવનગર ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.તેમજ વધુમા આરોપીની પુછપરછ કરતા પોતે આઠેક વર્ષ પહેલા અમદાવાદ રાજીવનગર ખાતેથી ટી.વી.એસ.વીકટર મો.સા ચોરી કરેલ હોય જે લાઠીદડ ગામ ખાતે આપેલ હોય તેમજ પોતાના મીત્ર ભાવેશભાઇ દરબારે બે મોસા બોટાદ ખાતે આપેલ હોય જે મો.સા મળી કૂલ ૦૪ મો.સા કૂલ મુદામાલ કી.રૂ ૭૦,૦૦૦/- નો કબ્જે કરવામા આવેલ છે. સાથે  પ્રકાશ ઉર્ફે માઇકલ જીલુભાઇ પરમાર રહે. હાલ અમદાવાદ રાજીવનગર- ૧ મુળ ગામ કાનીયાડ તા.જી બોટાદ,  હાદાભાઇ કાનાભાઇ ચૌહાણ રહે. લાઠીદડ તા.જી બોટાદ, પ્રદીપભાઇ શંકરભાઇ ચૌહાણ રહે.બોટાદ સાંળગપુર રોડ રૂશીકેશ સ્કુલ ની પાસે  તા.જી બોટાદ ને ઝડપી લેવયા જયારે ભાવેશભાઈ દરબાર રહે. અમદાવાદને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.  આ કામગીરીમા પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી તથા સટાફના ડી.એમ.ત્રીવેદી તથા ભગવાનભાઇ, જીજ્ઞેશભાઇ, હેમરાજભાઇ, પ્રવીણસિંહ, રામદેવસિંહ, વનરાજભાઇ તથા બળદેવસિંહ, ક્રીપાલસિંહ, જયપાલસિંહ  તરૂણભાઇ, પુરવભાઇ વિવિધ જોડાયેલ.

Previous articleજાફરાબાદની સરકારી વિનયન કોલેજનો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleભાવનગર-ગાંધીસનગર ઈન્ટરસીટી કાલથી સવારે ૪-પ૦ કલાકે ઉપડશે