ભાવનગર-ગાંધીસનગર ઈન્ટરસીટી કાલથી સવારે ૪-પ૦ કલાકે ઉપડશે

804

ભાવનગર રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે જીલ્લા ના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા ભાવનગર -ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન શરુ કરવામાં આવેલ જે સવારના ૮/૧૫ કલાકે ઉપડતી હતી.લોક માંગણી મુજબ આ ટ્રેઈન નો સમય વહેલો કરવામાં આવેતો અમદાવાદ-ગાંધીનગર લોકો વહેલા પહોચી શકે અને પોતાનું કામ પતાવી રાત્રે સમયસર ભાવનગર પહોચી શકે તેમજ પવિત્ર તીર્થધામ હરિદ્વાર માટે ગાંધીનગરથી યોગા એક્સપ્રેસ(હરિદ્વાર) નું કનેક્શન પણ મળી શકે અને લોકોને ઉત્તરભારત આવન-જાવન માં પણ ખુબજ સરળતા રહે. જે અંગે સાંસદ દ્વારા ભાવનગર -ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન નો સમય સવારના ૪/૫૦ કલાકે ફેરફાર કરવા રેલ્વે વિભાગ ના અધિકારીને રજૂઆત કરતા મળેલ સફળતા   હવે ભાવનગર -ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન ૧૧ મી માર્ચ સોમવાર થી સવારના ૪/૫૦ કલાકે ઉપડશે જેથી ભાવનગર થી ગાંધીનગર  જતા વ્યાપારીઓ તેમજ મુસાફરો સમયસર ગાંધીનગર પહોચી શકાશે અને પરત ભાવનગર પણ સમયસર પહોચી શકાશે જેથી હર્ષની લાગણીઓ વ્યક્ત કરેલ છે.

Previous articleઆંતર જિલ્લા વાહન ચોરી કરતા ૩ રીસીવર સહિત ૪ને ઝડપી લેતી બોટાદ એલસીબી
Next articleતમારી ઉમર ગમે તેટલી હોય પરંતુ ભાવ બાળક જેવો  હોવો જોઈએ : જીજ્ઞેશ દાદા