શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર- અમદાવાદ વચ્ચે રદ રહેશે

1266

ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી તા. ૨૭ માર્ચ સુધી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થશે. જેમાં ૧૯૩૦૯ નંબરની ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે તા.૧૨થી ૨૬ માર્ચ સુધી રદ રહેશે. આ ટ્રેનને અમદાવાદથી સંચાલીત કરાશે.

બીજી તરફ ૧૯૩૧૦ ઇન્દોર- ગાંધીનગર શાંતિ એક્સપ્રેસને પણ અમદાવાદ સુધી જ લવાશે. તે પણ તા.૧૧થી ૨૫ માર્ચ સુધી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રદ રહેશે.

ટ્રેન નં.૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમુ તા.૧૨થી ૨૬ માર્ચ સુધી રદ રહેશે. તેમજ ટ્રેન નં.૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમુ પણ તા.૧૩થી ૨૭ માર્ચ સુધી રદ રહેશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેન નંબર. ૧૯૦૩૬ / ૩૫ અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી ને આગામી તા.૩૧ માર્ચ સુધી દર રવિવારે રદ કરવામાં આવનાર છે.

Previous articleમનપા દ્વારા એડવાન્સ ટેક્સ બદલ ૧૨ ટકા સુધીના વળતરની જાહેરાત
Next articleધો-૧૦માં આકૃતિવાળા પ્રશ્નો વધુ હોવા છતાં વિજ્ઞાનનું પેપર સરળ