ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શાસ્ત્રીય અને ઉપ-શાસ્ત્રીય સંગીતનું આયોજન

576

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત દસમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય “ઉષા પર્વ”  નું આયોજન તા.૦૯-૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

“ઉષા પર્વ” ના દ્વિતિય દિવસે તા. ૧૦ મી માર્ચ, ૨૦૧૯ ના રોજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શાસ્ત્રીય અને  ઉપ-શાસ્ત્રીય સંગીતનું આયોજન સી.એમ. પટેલ કોલેજના ર્નસિંગના ઓડિટોરિમ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની પ્રથમ બેઠકમાં પં.જસરાજજીના મેવાતી ઘરાનાના રાધિકા પરીખે રાગ જોગમાં પોતાની પ્રસ્તુતિ શરુ બાદ ૐ નમો ભાગવતે વાસુદેવાય અને રાગ ભૈરાવીમાં ઠુમરી પેશ કરી હતી. રાધિકાજીની વિવિધ રાગોમાં પ્રસ્તુતિથી શ્રોતાજનો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. રાધિકાજી સાથે માતંગ પરીખે હાર્મોનિયમ સંગત કરી હતી.

કાર્યક્રમની બીજી બેઠકમાં દક્ષિણ આફીકાના માનમાં યોજાયેલ રાત્રી ભોજમાં રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મંત્રમુગ્ધ કરનાર બનારસથી પધારેલ મહિયર ઘરાનાના પં.સિદ્ધાર્થ બેનરજીએ “સિદ્ધ વીણા” વાદકનુ સ્વાગત ઉદગમના મટેન્ટર આશાબેન સરવૈયાએ કર્યું હતું .  પં.સિદ્ધાર્થ બેનરજીએ “સિદ્ધ વીણા” વાદનની પ્રસ્તુતિ શરૂઆત રાગ કીરવાની શરુ કરી હતી. પં.સિદ્ધાર્થએ તેમના ફ્યુઝન બેન્ડ “રિવાયત” કન્સેપટ મુજબ ઉપશાસ્ત્રીયમાં જુદા-જુદા રાગ આધારિત ફિલ્મી ગીતોને “સિદ્ધ વીણા” માં વગાડ્‌યા હતા, જેમાં શ્રોતાઓ રસતરબોળ થઈને આફ્રિન પોકારી ઉઠ્‌યા હતા.પં.બેનરજીએ તેઓનો આખરી પ્રસ્તુતિ રાગ દેશ દ્વારા વંદેમાતરમ વગાડીને કરી હતી. સહુ શ્રોતાજનોને તેઓને સાંભળ્યા બાદ ઉભા થઇને તેમને માન આપ્યું હતું. પ્રવીણ શિંદેએ તબલા પાર અદભુત સંગત કરી હતી.

Previous articleચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ
Next articleઈન્ફોસીટી અને જીઆઈડીસી સહિતના મોટા બાકીદારો સામે મનપા કડક હાથે કામ લેશે