અખિલ ભારતીય સિમેન્ટ મઝદુર સંઘના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

0
352

અખિલ ભારતીય સિમેન્ટ મઝદુરના પ્રમુખ- ઉપપ્રમુખ પદે રાષ્ટ્રીય લેવલે અલ્ટ્રાટેક નર્મદા અને ગુજરાત સિમેન્ટનું નામ રોશન કરતા કાદિરભાઈ અને બાબુભાઈ લાખણોત્રાનો નર્મદા કંપનીમાં સત્કાર સમારંભ યોજાયો.

અખિલ ભારતીય સિમેન્ટ મઝદુરસંઘનું ઓડિસા ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાયેલ જેમા અલ્ટ્રાટેક સિમેન્ટનું નામ રોશન કરતા બે મહાનુભાવો જેમાં રાષ્ટ્રીય સિમેન્ટ મઝદુર સંઘના પ્રમુખ પદે કાદિરભાઈ મજોઠી તેમજ રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે કોવાયા ગુજરાત સિમેન્ટના બાબભાઈ લાખણોત્રાની વરણી થતા નર્મદા સિમેન્ટ કંપનીના અધિકારીઓ દ્વારા બન્ને મહાનુભાવો તેમજ કારોબારીના હોદ્દેદારો તમામ સદસ્યોના સત્કાર સમારંભનું આયોજન થયું. જેમાં તમામ મજુરોને નવા નિતિ નિયમની જાણકારી અપાઈ જેવી કે ઠેકા પધ્ધતિને તિલાંજલી આપી અને સ્વચ્છતાનું બાબતે તેમજ મઝદુરોની સેફટીની બાબતે માર્ગદર્શન અપાયું. આ તકે સ્થાનિક મઝદુરસંઘ કમિટિના પ્રમુખ વિઠ્ઠલભાઈ સાંખટ, સુરેશભાઈ સાંખટ ઉપપ્રમુખ નિતિનભાઈ બારૈયા, જયેશભાઈ ગોસ્વામી, શામજીભાઈ બારૈયા, અરજણભાઈ સાંખટ, ભાવિન સાંખટ, મનીષ આર. સાંખટ સહિતની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત સિમેન્ટ કોવાયા કંપનીના પદાધિકારીઓ, નર્મદા સિમેન્ટ જાફરાબાદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here