કાર્તિક અને કૃતિ સનુનની જોડીથી ચાહકો પ્રભાવિત

0
475

કાર્તિક આર્યન અને કૃતિ સનુનની ફિલ્મ લુકાછુપી બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. પ્રથમ નવ દિવસમાં જ આ ફિલ્મની કમાણી ૬૦ કરોડથી વધારે થઇ ગઇ ેહતી. હવે તેની કમાણી ૧૦૦ કરોડની નજીક પહોંચી ગઇ છે.  બંનેની જોડી ચાહકોને પસંદ પડી રહી છે. આ ફિલ્મ પણ ૧૦૦ કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. અમિતાબ અને તાપ્સીની ફિલ્મ બદલા પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી છે. જો કે કાર્તિક અને કૃતિ પોતાની ફિલ્મને લઇને ખુશ છે. બંનેની જોડી ફ્રેશ હોવાથી તમામને પસંદ પડી રહી છે. ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા ંઆવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા  હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તે પતિ પત્નિ અને વોમાં નજરે પડનાર છે.કાર્તિક પાસે કોકટેલ-૨ ફિલ્મ રહેલી હોવાનુ જાણવા મળ્યુ છે. બીજી બાજુ કૃતિ સનુને તેની કેરિયરની શરૂઆત હિરોપંતિ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ હતો. કૃતિએ પણ નવી આશા જગાવી છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મમાં પણ વરૂણ સાથે દેાઇ હતી.નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની  ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. હવે તે સ્થિર થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here