માત્ર ફટાકડા પર જ પ્રતિબંધ કેમ, કાર અને વાહનોથી પ્રદુષણ નથી થતું ?ઃ સુપ્રિમ

534

ફટાકડાના ઉત્પાદ અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાથી વધારે પ્રદુષણ તો ગાડીઓથી થયા છે. પણ બધા ફટાકાડા પાછળ જ પડ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટાકડા અને ઓટોમોબાઇલ્સથી થતા પ્રદુષણ પર એક તુલ્નાત્મક અધ્યયન કરી રિપોર્ટ કોર્ટને સોપવાનો આદેશ પણ આપ્યો છે. આ મામલે ૩ એપ્રિલે સૂનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકો ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનીએ માંગણી કેમ કરે છે? જ્યારે એક વાત ઉઘાડી છે કે, ફટાકડાની સરખામણીએ વાહન સૌથી વધારે માત્રામાં વાતાવરણ પ્રદૂષિક કરે છે. ફટાકડા કરતા તો વધારે પ્રદુષણ ઓટોમોબાઇલ્સથી થયા છે.

સુપ્રીમે કહ્યું હતું કે, ફટાકડાના ઉત્પાદનમાં બેરિયમનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ગ્રીન ફટાકડાનો ફોર્મૂલા હજૂ ફાઇનલ કરવાનો બાકી છે. સુપ્રીમ કોર્ટે આ પણ જાણકારી માગી કે ફટાકડા ફેક્ટરીઓથી નિકળવામાં આવેલા લોકોના અધિકારીઓનું શું થશે? તેમણે ભુખ્યા છોડી શકાય નહીં. અમે બેરોજગારી ઉત્પન કરવા નથી ઇચ્છતા. જો આ વર્તમાન કાયદો છે તો તમે કેવીરીતે રોકી શકો છો.

દેશમાં ફટાકડાના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવાની માગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડાના કારણે પ્રદુષણ ઉચ્ચ સ્તર પર પહોંચી જાય છે. એટલા માટે તેના પર રોક લગાવવી જોઇએ. જોકે સુપ્રીમ કોર્ટે ઓનલાઇ ફટાકડાના વેચાણ પર પણ રોક લગાવી દીધી હતી. એવામાં ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી વેબસાઇ પર ફટાકડાનું વેચાણ થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે દિવાળી ઉપરાંત ક્રિસમસ અને નવા વર્ષ પર રાત્રે ૧૧ઃ૪૫ થી ૧૨ઃ૩૦ની વચ્ચે ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી.

Previous articleકોંગ્રેસની સંસ્કૃતિ ગાંધીજીની વિચારધારાની વિરુદ્ધ : મોદી
Next articleપુખ્ય વયે પજવતો પેશાબ માર્ગનો પસનો વ્યાધિ