પુખ્ય વયે પજવતો પેશાબ માર્ગનો પસનો વ્યાધિ

0
438

કારણ : ઈકોલાય નામના જીવાણુથી આ રોગ થાય છે, જે ચેપી છે. મુત્ર માર્ગની અપુરતી સફાઈ તથા મૈથન દ્વારા પણ પ્રસરે છે.

ખાસ નોંધ : વ્હેલુ નિદાન અને સારવાર કરવાથી સંપુૃણ મટી શકે. પરંતુ જો નિદાન મોડું થાય અથવા સારવાર અપુરતી થાય તો રોગ લાંબ વખત હેરાન કરે અને કોઈ કિડની ફેઈલ્યોર જેવી ભયંકર વિકૃતિમાં પરિણમી પ્રાણઘાતક નિવડી શકે.

રોગના લક્ષણો : (૧) પેશાબમાં બળતરા. (ર) વારંવાર પેશાબ જવું. (૩) પેડમાં કે પડખામાં દુઃખાવો. (૪) લાલ પેશાબ. (પ) તાવ-મોટાભાગે ઠંડી સાથે (આ કારણે ઘણાં દર્દી ભુલથી તેને મેલેરીયા માનીને સારવાર કરે રાખે છે અને મુળરોગ આગળ વધે રાખે છે) (૬) ઉબ્કા-ઉલ્ટી (૭) નબળાઈ. (૮) ભુખ ઘટવી વગેરે.

કઈ રીતે રોગ લાગુ ડે ? (અ)ે મુત્રશય (બ્લેડર)માંથી શરૂ થતી મુત્રનલિકા પ્રોસ્ટેટ નામની ગ્રથીમાંથી પસાર થાય છે. જયારે તેમાં ચેપ થાય ત્યારે પેશાબ રોકવો મુશ્કેલ બની છે અને ઉપર વર્ણવેલી લક્ષણો જોવા મળે છે. અન્ય ચેપની સરખામણીએ પોસ્ટ્રેટના ચેપથી થતો વ્યાધિ વધુ હદીલો અને વધુ લાંબો સમય સારવાર માંગી લે છે. જો પેશાબમાં ચેપની સારવાર અપુરતી કરવામાં આવે તોબ ાકી રહેલ રોગના જીવાણું ફરી ઉગ્રતા ધારણ કરી વારંવાર ઉથલો મારે છે. પછી અગાઉની દવા અસર નથી કરતી. (ેઝીસ્ટન્સ) આથી યોગ્ય દવા, યોગ્ય સમય સુધી લેવી અત્યંત આવશયક છે. વારંવાર ચેપ થવાના અન્ય કારણો : (૧) મુત્રમાર્ગમાં અવરોધ, (ર) પથરી, (૩) જન્મજાત ખામી (૪) મુત્રાલય  સંકોચનક્ષતિ (પ) બેકાબુ ડાયાબિટીસ (૬) સ્ત્રીમાં માસિક બંધ થવાના સમયે (મેનોપોઝ) રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી (૭) મોટી ઉંમરે સ્ત્રીમાં પેશાબની નળીમાં સંકોચન (૮) પુરૂષોમાં પ્ર?સટેટ વૃધ્ધિથી (૯) વારસાગત અથવા આનુવાંશિક કારણ, ખાસ કરીને મુત્રમાર્ગમાં રોગપ્રતિકારક શક્તિ ધટવી (૧)૦ નવદંપતિમાં લગ્ન બાદ ચેપ થવાથી મુત્રકોથળીનો મોજો (હનીમનુ સીસ્ટાઈટીસ) જેમાં સંભોગ દ્વારા ચેપ પ્રેસરે છે. (૧) ઈડિપોપેથિક (કારણની ખબર જ ન પડે).

નિદાન :- (૧) પેશાબ તપાસ, એકસ-રે, સોનોગ્રાફી, આઈવીપી તપાસ વગેરે (ર) પેશાબની ખાસ તપાસ : કલ્ચર એન્ડ સેન્સ્ટીવીટી

સારવાર :- તબીબી સલાહ મુબજ પુરતી દવા લેવી. ઘણીવાર તીવ્બર કેસમાં ઈન્જેકશનો પણ લેવા પડે. હઠીલા કે પ્ર?સટેટના ચેપમાં ત્રણ -ચાર મહિના સુધી પણ એન્ટીબાયોટીક લેવી પડે. (હઠીલા કે પ્રોસ્ટેટના ચેપમાં ત્રણ-ચાર મહિના સુધી પણ એન્ટીબાયોટીક લેવી પડે. પ્રવાહી વધું પીવું, પેશાબના અંગોની સફાઈ પુરતી કરવી, સંભોગ પહેલા અને પછી પેશાબ કરવાની ટેવ ટુંકમાં વ્હેલુ નિદાન, સંપુર્ણ સારવાર છે પેશાબના પસની સાચી દરકાર…

શું જીંદગી તાણ ભરી છે ?

ઉપરોકત સવાલોના મોટાભાગે જવાબ હામાં આવશે. આ કંટાળાનું મુખ્ય કારણ છે એકધારી દિનચર્ચા, મોનોટસ લાઈફ, સ્ટ્રેસ મેનેજમેન્ટના નિષ્ણાંતો અને દુનિયાના અગ્રગણ્ય મનોચિકિત્સકોએ આ કંટાળો ટાળવા સોનેરી ઉપાયો સુચવ્યા છે. પ્રથમદ્રષ્ટિએ થોડાં હાસ્યાસ્પદ (!) લાગે, માનવામાં ન આવે તેવાં છે. પરંતુ જો આ નિયમો પાળવામાં આવે તો મોટાભાગે કંટાળો અને તાણ ઘટે છે, જરૂર ઘટે છે. આપણામાનાં મોટાભાગનાની દિનચર્ચા એધારી ઘરેડવાળી હોય છે. તેમાં થોડાં થોડાં નાના-નાના ફેરફારો લાવતાં રહેવા એ વિષયનો મુખ્ય સાર છે. (૧) ડાબા હાથને બદલે કોઈવાર જમણાં હાથે ઘડીયાળ પહેરો. (ર) રોજ એક રસ્તે જવાને બદલે કોઈવાર રૂટ બદલો, રસ્તો બદલો (૩) રોજ જમણાં હાથે બ્રશ કરો છો ? આજે ડાબા હાથે કરવું. (૪) કસરતમાં વિવિધતા લાવો. (પ) કોઈવાર વૃતમાન પત્ર જ ન વાંચો અથવા જે કોલમ પહેલાં વાંચતો હો તે છેલ્લે વાંચવી. (૬) કપડાં, પગરખા, સેન્ટ (અત્તર), પરફયુમ વગેરેમાં પણ ફેરફાર લાવો. (૭) સ્ત્રીઓ હેર સ્ટાઈલમાં નાવીન્ય લાવી શકે. પુરૂષો થોડાં દિવસ માથામાં તેલ જ ન નાખે. (૮) કાર્યસ્થળ પરની ચીજોમાં ફેરફાર તથા તેના સ્થાનમાં ફેરફાર કરવાં. (૯) જુદી-જુદાી કેસેટો (જે પહેલા રોજ સાંભળતાં તે નહીં) સાંભળવી તથા જુદા મેગેઝીનો વાંચવાં. (૧૦) જુદાં જ સ્થળોની મુલાકાત લેવી તથા જુદા જ રેસ્ટોરન્ટની મુલાકાત લેવી વગેરે. (૧) રોજ પીતા હો તેનાથી ઉલ્ટા હાથે પાણી કે પીણું પીવું (૧ર) જુદાં-જુદા મિત્રો, સ્નેહી કે સગાને ફોન કરવા કે કારણ વગર મળવા જવું. (૧૩) કુદરતી વાતાવરણમાં થોડો સમય ગાળવો. આવાં અનેક નાના-નાના ફેરફારો દૈનિક રૂટીનમાં કરી શકાય. ઉપરાંત સાપ્તાહિક, માસિક કે વાર્ષિક રૂટીનમાં ફેરફારો કરવાથી પણ બોરડમ (ંટાળો) ભાગે છે. શરૂઆત દૈનિક પ્રવૃતતીમાં ફેરફારથી કરવી. અને દોઢ મહિનામાં પરિણામ આવશે. જે. તેમ આ વિષયના નિષ્ણાંતોનું તારણ છે. આનાથી કંટાળો દુર થવા સાથે સર્જનાત્મક શક્તિ વધશે, રચનાત્મક વિચારો વધશે. શાયર કહે છે :

કંટાળો ટાળો, ગોટાળો ટાળો,

ચુસ્ત જીવનચર્ચાનેના સતત પંપાળો

એકધારાપણું લાવે મનની માંદગી,

જીવનનેના એધારા બીબામહી ઢાળો.

જીવન છે મધુર, મધુરતાથી માણો,

અવનવા સુત્રોથી સોનેરી જીંદગી ઉજાળો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here