હોમગાડર્ઝ કમાન્ડન્ટ સરવૈયાને ભાવેણાના જવાનોએ શુભેચ્છા આપી

642

ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાંન્ડન્ટની છેલ્લા ૧ વર્ષથી વણપરાયેલી જગ્યા હતી. એ જગ્યા ઉપર ડીવાયએસપીને વધારાના ચાર્જ તરીકે કામગીરી સોંપવામાં આવેલ હતી. પરંતુ તાજેતરમાં સરકાર ગૃહ વિભાગે અધિસુચનાથી મુંબઈ ગૃહ રક્ષક દળ અધિનિયમ ૧૯૪૭ની કલમ-૭ મુજબ શંભુસિંહ પ્રવિણસિંહ સરવૈયાન જિલ્લા કમાંન્ડન્ટ ગૃહ રક્ષક દળ, ભાવનગરમાં તદ્દન હંગામી ધોરણે માનદ નિમણુંક આપવામાં આવેલ છે. તા. ૮-૩-ર૦૧૯ના રોજ વિધિવત ચાર્જ સંભાળેલ છે. તેઓ એમ.એ. સુધીનું ઉચ્ચતર અભ્યાસ કરેલ છે. યોગ સાંસ્કૃતિક તથા મા.ન્ટેનિયરીંગ તેમજ એનસીસી આર્મી સી સર્ટીફિકેટ ધરાવે છે. તેમજ સમાજ સેવા લગતી તમામ પ્રવૃત્તિમાં સક્રિય રહીને હોશપુર્વક ભાગ લીધેલ છે. ભાવનગર જિલ્લામાં નવ નિયુક્ત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુંક થતા તમામ હોમગાર્ડઝ અધિકારી જવાનો મહિલાઓ અને ભાવેણાવાસીઓ હર્ષની લાગણી અનુભવે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકૃષ્ણની વૃંદાવનથી વિદાયના પ્રસંગે ભાવિકોની આંખોમાંથી અશ્રુ વહ્યા