મહુવા ખાતે ૧પ એપ્રિલથી અસ્મિતા પર્વ – રરનો પ્રારંભ

782

પુજય બાપુની નિશ્રા અને સન્નિધિમાં છેલ્લા ચાર દાયકા ઉપરાંતના સમયથી ચિત્રકુટ ધામ, તલગાજરડા ખાતે હનુમાનજયંતિ અંતર્ગત ૧પ એપ્રિલથી અસ્મિતા પર્વ-રર અને હનુમંત સંગીત મહોત્સવ-૪રનો શુભારંભ થશે. આ દિવસોમાં નાટય પ્રસ્તુતિ, સાહિતય સંગોષ્ઠી, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ યોજાશે.

૧પ એપ્રિલના રોજ સાંજના ૪-૦૦ કલાકે આદિ શંકરાચાર્ય સંવાદ ખંડમાં કૈલાસ ગુરૂકુળ ખાતે ઈન્ડિયા ટીવીના ચેરમેન રજતશર્મા સાથે વરિષ્ઠ અને પત્રકાર સૌરભ શાહના સંચાલન નીચે મખોમુખ સંવાદ થશે. તે જ દિવસે રાત્રીના ૮ કલાકે રામવાડી તલગાજરડા ખાતે રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકર લિખિત રશ્મિરથીની રંગમંચ પ્રસ્તુતિ થશે.

૧૬ એપ્રિલ અસ્મિતાપર્વ્‌, રરની પ્રથમ સંગોષ્ઠી કવિકર્મ પ્રતિષ્ઠા અને કાવ્યપાઠ શિર્ષક અંતર્ગત અજયસિંહ ચૌહાણના સંચાલન નીચે યોજાશે. જેમાં જવાહરબક્ષીની કવિતા વિષે ધ્વનિત પારેખ અને નિતિનિ વડગામની કવિતા વિષે રાજેશ વ્યાસ મિસ્કીન રજૂઆત કરશે. બીજી સંગોષ્ઠી બપોરે ૩ થી ૬ દરમ્યાન કુળના મુળ શિર્ષક અંતર્ગત મનોજ રાવલના સંયોજનમાં યોજાશુે. જેમાં લોકકુળનું સાહિત્ય વિષે રમેશ મહેતા, આદિવાસીકુળનું સાહિત્ય વિષે આશા ગોહિલ અને વિચરતી જાતિઓનું કુળ સાહિતય વિષે રાજેશ મકવાણા વ્યકતવ્ય આપશે.

તા. ૧૬ એપ્રિલ રાત્રિ કાર્યક્રમમાં શાસ્ત્રીય વાદ્ય સંગીત ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે યોજાશે. જેમાં પંડિત રોનું મજમુદારનું બાંસુરીવાદન અને પંડિત વિશ્વ મોહન ભટ્ટ મોહન વીણાનું વાદન પ્રસ્તુત કરશે.

તા. ૧૭ એપ્રિલે તૃતિયા સંગોષ્ઠીમાં અનુ-આધુનિક ગુજરાતી સાહિત્ય વિષય પર નિતિન વડગામાના સંચાલન નીચે કવિતા વિષે અજયસિંહ ચૌહાણ. ટુંકી વાર્તા વિષે દર્શિની દાદાવાલા અને નાટક વિષે મહેન્દ્રસિંહ પરમારના વિચારો રજુ થશે.

ચતુર્થ સંગોષ્ઠી સાંજે ૩ થી ૬ દરમ્યાન ફિલ્મ કળાના આયામ પર ભરત યાજ્ઞિકના સંચાલન નીચે યોજાશે. જેમાં કવિતા વિષે હર્ષ બ્રહ્મભટ્ટ, સંગીત વિષે સલીલ દલાલ અને દિગ્દર્શન વિષે અમૃત ડાંગર પોતાના મંતવ્યો આપશે.

રાત્રી કાર્યક્રમમાં ૮ થી ૧૦.૩૦ દરમ્યાન શાસ્ત્રીય નૃત્ય અને તાલમ કચેરીની પ્રસ્તુતિમાં રામવાડી ખાતે ગૌરી દિવાકર કથક નૃત્ય તેમજ ઉસ્તાદ તૌફીક કુરેશી અને સાથીઓ  તાલ કચેરી પેશ કરશે.

૧૮ એપ્રિલે સંગોષ્ઠી પમાં સવારે ૯ થી ૧ર દેવકીજીના સંચાલન અંતર્ગત સીમાડાના સંરક્ષકો વિષે ભુમિદળ પર મેજર જનરલ રણધીરસિંહ વાયદુળ પર વાઈસ એરમાર્શલ એ.પી. સીંગ અને નૌકાદળ પર કેપ્ટન મોહન સાવંત શ્રોતાઓને સમજણ આપશે.  સંગોષ્ઠી-૬માં કાવ્યાયન અંતર્ગત લિપિ ઓઝાના સંયોજન નીચે કવિયિત્રીઓ રાધિકા પટેલ, શબનમ ખોજા, ગોપાલી બુચ, હર્ષિદા ત્રિવેદી, રક્ષા શુકલ, પ્રિયંકા જોષી, પારૂલ બારોટ અને જીજ્ઞા મહેતા કાવ્ય પ્રસ્તુતિ કરશે. રાત્રિ કાર્યક્રમમાં રામવાડી ખાતે શાસ્ત્રીય નૃત્ય અને કંઠય સંગીતની પ્રસ્તુતિ થશે. ડો. રાજા અને રાધા રેડ્ડી કુચીપુડી નૃત્યછ તેમજ પંડિત વેંકટેશકુમાર કંઠય સંગીતની પ્રસ્તુતિ કરશે.

૧૯ એપ્રિલના દિવસે હુનમાન જયંતિના ઉપલક્ષ્યમાં ચિત્રકુટ ધામ, તલગાજરડા ખાતે સવારે ૯ વાગ્યે ચિત્રકલા ક્ષેત્રે કૈલાસ લલિતાકલા એવોર્ડ ગુલામ મોહમ્મદ શેખને તેમજ અવિનાશ વ્યાસ એવોર્ડ અનંત વ્યાસને અપાશે.

અભિનય ક્ષેત્રે નટરાજ એવોર્ડ બળદેવ નાયક (ભાથી)ને ગુજરાતી લોકનાટય (ભવાઈ) માટે, ભરત યાજ્ઞિકને ગુજરાતી રંગભુમિ (નાટક) માટે, નિતિશ ભારદ્વાજને ભારતીય ટેલીવીઝન શ્રેણી માટે અપાશે. તેમજ હિન્દી ફિલ્મ માટેનો એવોર્ડ હજુ અનિર્ણિત છે.

ભારતીય શાસ્ત્રી સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં અપાતો હનુમંત એવોર્ડ તબલાંવદન માટે ઉસ્તાદ તૌફિક કુરેશીને મોહનવીણા માટે પંડિત વિશ્વમોહન ભટ્ટ, શાસ્ત્રીય નૃત્ય (કુચીપુડી) માટે ડો. રાજા અને રાધા રેડ્ડી તેમજ શાસ્ત્રી સંગીત માટે પંડિત વ્યેંકટેશ કુમારને અર્પણ થશે. એવોર્ડ અર્પણના અંતે પૂજય બાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્યક્તિ બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ થશે.

Previous articleખાંભાડા ડેમ નજીક અસંખ્ય કુંજ પક્ષીના મોતથી ચકચાર
Next articleશહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો