ટાઇગર શ્રોફ ખુબ સારો મિત્ર છે : દિશા પાટનીનો ઘટસ્ફોટ

0
131

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દિશા પાટની હજુ સુધી વધારે ફિલ્મ કરી શકી નથી પરંતુ તેની પાસેથી ખુબ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેની પાસે હાલમાં સૌથી પહેલ ભારત ફિલ્મ છે. જેમાં સલમાન ખાનની ભૂમિકા છે. . આ ફિલ્મ રજૂ થઇ રહી છે ત્યારે તે ભારે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે જો કોઇ ફિલ્મમાં તેની સાથે નજીકના મિત્ર જ હિરો તરીકે હોય તો કામ કરવાની મજા અલગરહે છે. ટાઇગર તેના સૌથી નજીકના મિત્ર હોવાની કબુલાત ટાઇગર શ્રોફે કહી છે. દિશા પાટની અને તે એકબીજા પ્રેમમાં હોવાના હેવાલ પહેલા પણ આવતા રહ્યા છે. સમગ્ર બોલિવુડમાં હજુ તેમના સંબંધની ચર્ચા જોવા મળી રહી છે. દિશા મુળભુત રીતે ઉત્તરાખંડની છે. તે બરેલીમાં ઉછરીને મોટી થઇ છે. એક સમય તે એરફોર્સમાં મોટી ઓફિસર બનવા માટે ઇચ્છુક હતી અને આના માટે મહેનત પણ કરી રહી હતી. મોડલિંગની દુનિયાથી તે ફિલ્મોમાં આવી હતી. પોતાની નવી ફિલ્મ  અંગે વાત કરતા તે કહે છે કે આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. ટાઇગર  શ્રોફની પ્રશંસા કરતા તે થાકતી નથી. ટાઇગર ખુબ પ્રેરણાદાયક છે અને હિમ્મત વધારનાર કલાકાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ટાઇગર અને દિશા વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા હમેંશા રહે છે પરંતુ સાથે સાથે તેમના રોમાન્સની સાથે સાથે લડાઇના હેવાલ પણ આવતા રહે છે. તેનુ કહેવુ છે કે ટાઇગર તેના મિત્ર તરીકે છે પરંતુ જ્યાં સુધી પ્રેમ અને રોમાન્સની વાત છે ત્યાં સુધી તે આ પ્રકારની વાતમાં ધ્યાન આપતી નથી. તેનુ કહેવુ છે કે મુંબઇમાં તેની કોઇની સાથે મિત્રતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here