ઈંગ્લીશ દારૂના ગુનાના ફરાર આરોપીને ભાવનગર આરઆરસેલએ ઝડપી લીધો

478

આજ-રોજ આર.આર.સેલ ભાવનગર રેન્જની ટીમ નાશતા-ફરતા આરોપીઓની તપાસના કામે બોટાદ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ. જયપાલસિંહ એમ. ગોહીલને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પાળિયાદ, ઉમરાળા, બાબરાના દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રણજીતભાઇ ઉર્ફે લાલો બાલુભાઇ ધાધલ, જાતે કાઠી દરબાર, રહે.સીતાપર, તા.ગઢડાવાળો આજ રોજ પોતાના ગામમાં આવેલ છે. જે આધારે આર.આર.સેલ ભાવનગર રેન્જની ટીમના પો.સ.ઇ.ડી.ડી.પરમાર, જયપાલસિહ એમ.ગોહીલ, એઝાજખાન પઠાણ, અરવિંદભાઇ ઉકાભાઇ ધ્વારા ટેકનીકલ સોર્સ તથા હયુમન ઇન્ટેલીજન્સી થી સદર વોન્ટેડ આરોપી હાલ તેની વાડીએ હોવાની હકીકત મેળવેલ અને ટીમ સાથે તેની વાડીએ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ જેને  સાંજે અટક કરી પાળીયાદ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.

Previous articleમહુવામાંથી મોબાઈલ ચોરને ઝડપી લેતી ભાવનગર એલસીબી
Next articleચોરી કરેલી ૧૧ સીએનજી રીક્ષા સાથે ત્રણને ઝડપી પાડતી બોટાદ પોલીસ