ચેમ્પિયન્સ લીગઃ લિવરપૂલ ક્વાર્ટરમાં પહોંચ્યું, બાયર્ન મ્યૂનિખને ૩-૧થી હરાવ્યું

0
153

મ્યૂનિખઃ ઈંગ્લિશ ક્લબ લિવરપૂલ એ યૂરોપીય ચેમ્પિયન્સ લીગ ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે બુધવારે રાઉન્ડ ઓફ-૧૬ના બીજા ગેલના મેચમાં જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખ ને ૩-૧થી પરાજય આપ્યો હતો. તેના તરફથી ફોરવર્ડ સાનિયા માનેએ બે ગોલ કર્યા હદા. બંન્ને ટીમો વચ્ચે રાઉન્ડ ઓફ-૧૬ની પ્રથમ ગેમ ગોલરહીત ડ્રો  રહી હતી. આ રીતે લિવરપૂલની બુધવારની જીત નિર્ણાયક સાબિત થઈ હતી. લિવરપૂલની ટીમ ગત વર્ષે ફાઇનલમાં પહોંચી હતી.

લિવરપૂલ ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આઠમી અને અંતિમ ટીમ છે. માનચેસ્ટર સિટી, માનચેસ્ટર યૂનાઇટેડ, ટોટનહમ હોટ્‌સપર, યુવેન્ટ્‌સ, અજૈક્સ, પોર્ટુગલ પોર્ટો અને બાર્સિલોનાની ટીમો પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલનો ડ્રો ૧૫ માર્ચે કરવામાં આવશે. લીગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આઠ ટીમોમાંથી ચાર ટીમો ઈંગ્લેન્ડની છે. ચાર અન્ય ટીમો સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને નેધરલેન્ડની છે.

ઈંગ્લિશ ક્બલ લિવરપૂલે બુધવારે યજમાન જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ હાફમા બંન્ને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. મેચનો પહેલો ગોલ લિવરપૂલે કર્યો હતો. સાદિયો માનેએ ૨૬મી મિનિટમાં ડિફેન્ડર વર્જિલ વેન ડાઇકના પાસ પર આશરે ૧૮ ગજ દૂરથી ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી.

યજમાન બાયર્નની ટીમ જલ્દી વાપસી કરવામાં સફળ રહી અને ૩૯મી મિનિટમાં ડિફેન્ડર જોલ મૈટિપનો ઓન ગોલ આવતા તેણે બરોબરી હાસિલ કરી લીધી હતી. પરંતુ લિવરપૂલે વધુ સમય સુધી મેચ બરાબર ન રહેવા દીધી. બીજા હાફમાં સતત આક્રમક ફુટબોલ રમવાનું ચાલુ રાખ્યું હતું. મેચની ૬૯મી મિનિટમાં લિવરપૂલને કોર્નર મળ્યું. તેના પર વેન ડાઇકે હેડરથી ગોલ કરતા લિવરપૂલને ફરી લીડ અપાવી દીધી હતી.

બીજો ગોલ કર્યા બાદ લિવરપૂલના ખેલાડીઓ વધુ આક્રમક થઈ ગયા હતા. સાદિયો માનેએ તેનો ફાયદો ઉઠાવતા ૮૪મી મિનિટમાં ગોલ કરીને લિવરપૂલની જીત પાક્કી કરી દીધી હતી. ક્વાર્ટર ફાઇનલના પ્રથમ ગેલના મેચ નવ અને ૧૦ એપ્રિલે રમાશે. બીજા ગેલના મેચ ૧૬ અને ૧૭ એપ્રિલે રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here