સ્વાઇન ફ્‌લુનો અજગરી ભરડો : એક જ દિવસમાં ૪ કેસ નોંધાતાં દોડધામ

688

એક જ દિવસમાં સ્વાઇનફ્‌લુના જિલ્લામાં ચાર કેસ પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારના સેક્ટર-૬ની મહિલા, દહેગામના વૃદ્ધ, ઉનાવા ગામની આધેડ મહિલા અને માણસાનો યુવાનનો એચ૧ એન૧નો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વાઇનફ્‌લુના કુલ કેસ ૬૩એ પહોંચ્યા છે.

રાજ્યનું આરોગ્ય વિભાગે સ્વાઇનફ્‌લુને સીઝનલ ફ્‌લુ તરીકે ઓળખ આપી છે. જોકે સીઝનલ ફ્‌લુના વધતા જતા કેસનો સંખ્યાને નિયંત્રણ કરવામાં જાણે આરોગ્ય વિભાગ ઉણું ઉતર્યું હોય કેસોની સંખ્યા પરથી લાગી રહ્યું છે.

સમગ્ર રાજ્યના લોકોના આરોગ્યની ચિંતા જ્યાંથી કરાઇ રહી છે. ગાંધીનગર જિલ્લામાં સ્વાઇનફ્‌લુ બેકાબુ બનતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કેસોની સંખ્યા વધી રહી છે.

જોકે હાલમાં ડબલ ઋતુ ચાલતી હોવાથી સ્વાઇનફ્‌લુની બિમારી માટે ફેવરેબલ વાતાવરણ હોવાથી તેનું વિસ્તરણ વધી રહ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં હજુય લોકોમાં સ્વાઇનફ્‌લુની બિમારી અંગે લોકોમાં અવરનેસનો અભાવ હોય તેમ વધતા જતા કેસો પરથી લાગી રહ્યું છે. માત્ર એક જ દિવસમાં જિલ્લા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વાઇનફ્‌લુના ચાર કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે.

જિલ્લામાં એક જ દિવસમાં નોંધાયેલા સ્વાઇનફ્‌લુના ચાર કેસમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના સેક્ટર-૬ની ૫૫ વર્ષીય મહિલા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં દહેગામના ૮૫ વર્ષીય વૃદ્ધ, ઉનાવા ગામની ૫૫ વર્ષીય મહિલા અને માણસાનો ૩૮ વર્ષીય યુવાનનો એચ૧ એન૧નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જેમાં સેક્ટર-૬ની આધેડ મહિલાને અમદાવાદની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ છે. જ્યારે દહેગામના વૃદ્ધને સ્થાનિક હોસ્પિટલમાં અને ઉનાવાની આધેડ મહિલાને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં અને માણસાના યુવાનને સ્થાનિક જિલ્લાની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત મળીધ આવેલા નવા દર્દીઓના રહેણાંકના આસપાસના ૧૦૦ મકાનોમાં સર્વેલન્સની કામગીરી જિલ્લા આરોગ્યતંત્રએ હાથ ધરી છે.

Previous articleસામે હોળીએ ભડકો ન થાય તે રીતે આજથી BJPમાં સેન્સનું નાટક!
Next articleપિતાએ નવા કપડા નહીં અપાવતા તરુણીએ એસિડ પી આપઘાત કર્યો