સ્કાઉટ ગાઈડના બાળકોએ વિકટોરીયા પાર્ક ખાતે માણ્યો પ્રકૃતિ અને પર્યાવરણનો આનંદ

0
144

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ સાથે જોડાયેલ સાંદીપની વિદ્યાલય અને જગદીશ્વરાનંદ પ્રા.શાળાના સ્કાઉટ-ગાઈડ માટે તા. ૧૦-૩-૧૯ને રવિવારના રોજ સવારે ૮-૩૦ થી પ-૦૦ સુધી વિકટોરીયા પાર્ક ખાતે પ્રકૃતિ અને પર્યાવરણ શીબીરનું આયોજન કરવામાં આવેલ. જેમાં બન્ને શાળાના બાળકોએ વિકટરોીયા પાર્કમાં વૃક્ષો, વેલા, છાયાના વૃક્ષો, ઔષધીય વૃક્ષો- છોડ, તેમજ પાર્કમાં વીહરતા પક્ષિઓ અને પ્રાણીઓ વિગેરેની માહિતી આપવામાં આવેલ તેમજ વીકટોરીયા પાર્કના ઈતિહાસ અંગે વાત કરી માહિતગાર કરવામાં આવ્યા હતાં. પાર્કમાના વોચ ટાવર પરથી વકીટોરીયા પાર્કનું વીહંગાવલોકન કરાવવામાં આવેલ જે સ્કાઉટ-ગાઈડ માટે અવિસમરણીય સંભારણું બની ગયેલ બપોરના સમયે બાળકોએ સમુહ ભોજનનો આનંદ માણ્યો હતો.  તેમજ સ્કાઉટના ગીતો, હર્ષનાદ, કેલેટસ અને પર્યાવરણને લગતી મેમરી ગેમ રમાડવામાં આવેલ સમગ્ર શિબીરનું સંચાલન ગોપાણી પાર્થ દ્વારા કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here