ગ્રીનસીટીની ત્રણ વર્ષની મહેનત ઉપર કોર્પોરેશને ૩ મિનીટમાં પાણી ફેરવ્યુ

0
268

ગ્રીનસીટી દ્વારા ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા છેલ્લા સાત વર્ષથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૭૦૦૦ જેટલા વૃક્ષોનું ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃઙક્ષો ઝડપથી મોટા થાય તે માટે ગ્રીનસીટીના દેવનભાઈ શેઠ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી વૃક્ષોને જાતે પાણી પાઈ રહ્યા છે. અને પાણી પાવા માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરી છે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર દ્વારા અનેક જગ્યાએ ગેસની લાઈન , મોબાઈલ ટાવર માટેની લાઈન વિગેરે માટે ખાડા ખોદવામાં આવે છે. ત્યારે જે કોન્ટ્રાકટરને આનું કાન સોંપવામાં આવે છે. તેમના દ્વારા ગ્રીનસીટીના ટ્રી-ગાર્ડ અને વૃક્ષોને પારાવાર નુકશાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ એરપોર્ટ રોડ ઉપર પાણીની લાઈન માટે મોટી સાઈઝના ભારે વજનના પાઈપ એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે જેનાથી ગ્રીનસીટીએ ૩ વર્ષની મહેનત કરીને મોટા કરેલા વૃક્ષોનો ર્ટી-ગાર્ડ સાથે કચ્ચરઘાણ વળી ગયો છે. આ બાબતે દેવેનભાઈ શેઠએ કોર્પોરેશનને અનેકવાર ધ્યાન દોર્યુ હોવા છતાં કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. એક તરફ સરકાર જ પર્યાવરણ બચાવવા મોટી મોટી જાહેરાત કરે છે. અને બીજી તરફ એની જ બેદરકારીના કારણે અનેક મોટા થઈ ગયેલા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે જો આ બાબતે સરકાર ગંભીર પગલા નહી લે તો ઉચ્ચ કક્ષાએ આની રજુઆત કરવામાં આવશે. અને લાગતા વળગતા વિરૂદ્ધ આની માટે ફરિયાદ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here