ભાવનગર જિલ્લામાં ધો.૧૦માં બે અને ધો.૧રમાં ૧ કોપીકેસ ઝડપાયા

0
1823

ધો.૧૦-૧૨ની ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે ભાવનગર જિલ્લામાં ધો ૧૦માં ૨ અને ધો.૧૨માં ૧ કોપીકેસ ઝડપાયા હતા જ્યારે આપનાં દિવસે ધો.૧૦-૧૨માં કુલ ૧૦૪૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધો.૧૦માં આજે સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં જિલ્લામાં નોંધાયેલ કુલ ૩૯૧૫૫ પૈકી ૮૦૦ ગેરહાજર રહ્યા હતા જ્યારે ૩૮૩૫૫ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી  હતી. બપોરનાં સમયે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ ૭૯૭૦ પૈકી ૭૭૧૨ હાજર રહ્યાહ તા જ્યારે ૨૫૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ગણિત વિષયનાં પેપરમાં કુલ ૨૨૯૫ પૈકી ૨૨૬૯ વિદ્યાર્થઈ હાજર રહેલ જ્યારે ૨૬ ગેરહાજર રહ્યાહ તા.

આજે ધો.૧૦માં રા.મો.હાઈસ્કુલમાંથી ૧ તતા સતુઆબાબા વિદ્યાલય પાલીતાણા કેન્દ્રમાંથી ૧ મળી કુલ બે વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાયા હતા જ્યારે ધો.૧૨માં શહેરનાં કાળીયાબીડ ખાતેથી સરસ્વતી વિદ્યાલયમાંથી ૧ વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાતા ત્રણેય સામે કોપીકેસ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here