ભાજપના હરિભાઈ ચૌધરીના કામો અંગેના બોર્ડને જનતાનો કુચડો

590

લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ સાંસદો અને ધારાસભ્યો પણ સક્રિય થઈ ગયા છે. તેની સાથે જ હવે આજની પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે. પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્યો કે સાંસદ સભ્યો જ્યારે ૫ વર્ષ સુધી તેમના વિસ્તારમાં દેખાતા નથી ત્યારે પ્રજા પણ તેમને જવાબ આપવા અનોખી રીત અપનાવતી હોય છે. બનાસકાંઠામાં સાંસદના વિકાસકાર્યના બોર્ડ પર લોકોએ કૂચડો મારીને કંઈક આવો જ જવાબ આપ્યો છે.

બનાસકાંઠા બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સાંસદ તરીકે ચૂંટાઈ ગયા બાદ સાંસદે પાંથાવાડા ગામને દત્તક લીધું હતું અને પોતાની સાંસધ નીથિમાંથી કેટલાક વિકાસકાર્યો અહીં કરાવ્યા હતા. આ વિકાસકાર્યો અંગે સાંસદના નામનું બોર્ડ પણ લગાવાયું હતું. જોકે, સાંસદ ચૂંટાયા બાદ તેમના વિસ્તારમાં જ્વલ્લે જ દેખાતા હોવાથી હવે જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે પાંથાવાડા ગામના લોકોએ રોષે ભરાઈને તેમના સાંસદના વિકાસકાર્યના બોર્ડ પર લખવામાં આવેલી વિગતો પર કાળો રંગ લગાવીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છેગામમાં કોઈ પણ પ્રકારનાં વિકાસકાર્યો ન થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી સામે તેમના સંસદીય વિસ્તારના લોકો ભારે રોષે ભરાયા છે.

Previous articleસોશિયલ મીડિયામાં  પક્ષો વચ્ચે નૈતિક અધઃપતનની હોડ જામશે
Next articleગાંધીનગર બેઠક માટે ભાજપના બંન્ને જુથ સક્રિય