શ્રીસંતને રાહત થઇ : પ્રતિબંધ આખરે ઉઠાવી લેવાનો નિર્ણય

432

સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ. શ્રીસંત પર લાગુ કરવામાં આવલા આજીવન પ્રતિબંધને ઉઠાવી લીધો છે. આની સાથે જ તેને આજે મોટી રાહત થઇ હતી. જો કે કોર્ટે ત્રણ મહિનાની અંદર આ અંગે નિર્ણય કરવા માટે બીસીસીઆઇન આજે આદેશ કર્યો હતો. આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે હોબાળો થયા બાદ તેમાં તપાસ કરવામા ંઆવી હતી. આ મામલો સપાટી પર આવ્યા બાદ બીસીસીાિ દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મુકી દીધો હતો. પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યુ છે કે શ્રીસંતને આપવામા ંઆવેલી સજા વધારે છે.

બીસીસીઆઇ તેને કરવામાં આવેલી સજા પર ફેરવિચારણા કરે તે જરૂરી છે. સાથે સાથે ત્રણ મહિનાની અંદર નિર્ણય કરે તે જરૂરી છે. આની સાથે જ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે શ્રીસંતને એમ કહેવાનો બિલકુલ અધિકાર નથી કે બોર્ડને તેને સજા કરવાનો અધિકાર નથી. બોર્ડને કોઇ પણ ક્રિકેટરને શિસ્તમાં રાખવા માટે તમામ સત્તા છે. શિસ્તની કાર્યવાહી કરવા માટે બોર્ડ સ્વતંત્ર છે. કોર્ટના આ નિર્ણય બાદ હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ નથી કે આ ઝડપી બોલર કોઇ સ્થાનિક મેચમાં અને આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે કે કેમ .કોર્ટે બોર્ડને ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટે કહ્યુ છે. આઇપીએલ-૨૦૧૩માં શ્રીસંત સ્પોટ ફિક્સિંગના મામલે ફસાઇ ગયો હતો. એ વખતે તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો. આ પહેલા કેરળ હાઇકોર્ટે પણ શ્રીસંત પર લાગુ કરવામાં આવેલા આજીવન પ્રતિબંધને યોગ્ય રાખવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં શ્રીસંતે આ ચુકાદાને પડકાર ફેંક્યો હતો. શ્રીસંત અનેક પ્રકારના વિવાદોમાં હમેંશા રહ્યો છે.

ક્રિકેટના મેદાનની અંદર અને મેદાનની બહાર તેની ચર્ચા હમેંશા રહી છે. સુપ્રીમ કોર્ટના આજના ફેંસલાથી તેને ચોક્કસપણે આંશિક રાહત થઇ છે. જો કે તે ક્રિકેટ ક્યારેય રમી શકશે કે કેમ તે અંગે હજુ કોઇ માહિતી મળી શકી નથી. બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે.

Previous articleમસુદ અઝહર સામે ફ્રાન્સની મોટી કાર્યવાહી : તમામ સંપત્તિ જપ્ત કરી
Next articleપાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ફાઈટર પ્લેનોએ અમૃતસરમાં શક્તિ પ્રદર્શન કર્યું