સિહોર નગરપાલિકા દ્વારા મુકાયેલ ડસ્ટબીનો ફરી ધરાશયી

0
204

સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં ગંદકી-ઉકરડો રોડ પર ન ફેલાઈ તે માટે એક માસ પહેલા નાખવામાં આવેલા નબળી ગુણવત્તા વાળા ડસ્ટબીનો ફરીથી ધરાશયી થયા છે. સિહોર ના સ્ટેશન વિસ્તારમાં પાબુજી મંદિર સામે નાખવામાં આવેલ ડસ્ટબીનો ના સ્ટેન્ડમાં પણ ફાઉન્ડેશન માં નબળી કામગીરી કરી હોવાના લીધે આ ડસ્ટબીનો રોડ પર પત્તાના મહેલની માફક ઢળી ગયા હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.જયારે બીજી બાજુ રિલાયન્સ પંપ પાસે અને પેવન પાસેના ગોકુળ કોમ્પ્લેક્સ ની બાજુમાં મુકવામાં આવેલા ડસ્તબીનોના ઢાંકણ પણ રોડ પર રઝળતા જોવા મળી રહ્યા છે. પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ ની બેદરકારી ના લીધે તંત્રની આબરૂના લિરા ઉડી રહ્યા હોવા છતાં તંત્રવાહકોના પેટનું પાણી શા માટે નથી હલી રહ્યુ તે પણ આશ્ચર્યજનક લાગી રહ્યું છે. અત્રે એ પણ જણાવવું રહ્યું કે આ ડસ્ટબીનો શહેરમાં નાખવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદ ની એક પાર્ટીને આપવામાં આવ્યો હતો અને આ પાર્ટીએ ફાઉન્ડેશન કરીને વિવિધ જગ્યાએ ડસ્ટબીનો નાખવાનો પેટા કોન્ટ્રાક્ટ પાલિકાના જ એક-બે કર્મચારીઓને આપવામાં આવતા નબળી કામગીરી કરી હોવાથી  એક પછી એક ડસ્ટબીન ના ભ્રષ્ટાચાર ના કાંગરા ખરવા લાગ્યા છે શહેરમાં જુદી જુદી જગ્યાએ મુકાયેલા ડસ્ટબીનો અવારનવાર ધરાશયી થયાના કિસ્સા સામે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here