બોટાદના નાગલપર ગામેથી જુગાર રમતા સાત ઝડપાયા

0
326

બોટાદ પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ ઇન્સ. ડી.વી.ડાંગર તથા ભગીરથસિંહ લીંબોલા, દિગ્વીજયભાઇ પટગીર,  ભાવેશભાઇ શાહ,  કૌશીકભાઇ જાની, વિજયસિંહ પરમાર, પરબતસિંહ પરમાર બોટાદ સંયુક્ત ટીમ દ્રારા ચોક્કસ બાતમીના આધારે બોટાદના નાગલપર ગામે ચરમાળીયા દાદાની દેરી પાછળ હડદડ રોડ ઉપર જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર રેઇડ કરતા ૭ જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા જેમાં દિપકભાઇ વજુભાઇ રાઠોડ, સુરેશભાઇ કાનજીભાઇ મકવાણા, પ્રવીણભાઇ કાળુભાઇ જાદવ, સુરેશભાઇ કાળુભાઇ શેખ, હરેશભાઇ કરશભાઇ મીઠાપરા, મુકેશભાઇ ઘનશ્યામભાઇ કેહલા , ચંપકભાઇ દુલાભાઇ મકવાણા તમામ રહે નાગલપર આ સાતેય જુગારી પાસેથી રોકડા રૂા.૧૧.૨૦૦ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here