પ્રિયંકા ચોપડાએ વધુ એક હિન્દી ફિલ્મને સાઇન કરી

0
111

નિક જોનસની સાથે લગ્ન કર્યા બાદ સમય કાઢવાને લઇને પ્રિયંકા ચોપડા ખુબ સંઘર્ષ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે હોલિવુડ અને બોલિવુડમાં  કામ કરવા માટે ઉત્સુક છે. જો કે તેની પાસે સમયનો અભાવ છે. હવે તેની પાસે થોડાક સમય આવતા તે એક હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સ્કાય ઇઝ પિન્ક નામની ફિલ્મ બાદ તે વધુ એક હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો કે તે ફિલ્મ સાઇન કરી ચુકી છે. હોલિવુડમાં પોતાના રંગ જમાવ્યા બાદ તમામ ચાહકો માની રહ્યા હતા કે તે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનુ બંધ કરી દેશે. કારણ કે લગ્ન પણ તે નિક જોનસ સાથે કરી ચુકી છે. આવી સ્થિતીમાં તે ભારતમાં ઓછી રહે છે. જો કે તે સ્કાય ઇઝ પિન્ક બાદ વધુ એક હિન્દી ફિલ્મંમાં કામ કરવા રાજી થઇ ગઇ છે. હવે તેના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે તે હિન્દી ફિલ્મોમાં કામ કરવાને લઇને રસ લઇ રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે સમય બિલકુલ નથી.

સ્કાય ઇઝ પિન્કને સોનાલી બોસ નિર્દેશન કરી રહ્યા છે. આ પિલ્મમાં પીસીની સાથે ફરહાન અખ્તર અને જાયરા વાસીમ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આયશા ચોધરીની લાઇફ પર આધારિત ફિલ્મ છે. જે ખુબ નાની વયમાં એક ગંભીર બિમારીનો શિકાર થઇ હતી. થોડાક સમય પહેલા પ્રિયંકા ચોપડાએ નીક જોનસની સાથે લગ્ન કરીને ભાર ચર્ચા જગાવી હતી. ભારતીય વ્યક્તિની સાથે લગ્ન કરવાના બદલે વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરીને પ્રિયંકાએ તમામને ચોંકાવી દીધા હતા. હવે  તે બે ભાષામાં કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here