ખુબસુરત ડકોટા જોન્સન હવે જેસન-એફલેકની સાથે દેખાશે

0
111

હોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી ડકોટા જોન્સન આગામી ફિલ્મમાં દ ફ્રેન્ડ સ્ટાર સાથે નજરે પડનાર છે. જેશન સેગલ અને કેસી એફ્લેકની જોડી સાથે ડકોટા જોન્સન નજરે પડનાર છે. ગેબ્રિલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી જેસન સાથે નજરે પડનાર છે. ફિલ્મની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં અલાબામા શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં નિકોલ અને મેથ્યુની લાઇફ સ્ટાઇલને અભૂતપૂર્વરીતે રજૂ કરવામાં આવનાર છે. ડકોટા જોન્સન અને કેસી એફ્લેક આ ફિલ્મમાં ચાવીરુપ ભૂમિકા અદા કરવા જઈ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ ફિલ્મમાં ડકોટા જોન્સનની ખુબ જ પડકારરુપ ભૂમિકા છે. બીજી બાજુ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ ફિલ્મમાં લવ સ્ટોરીને પણ જોરદારરીતે રજૂ કરવામાં આવનાર છે. ડકોટા જોન્સન ફિલ્મને લઇને હાલમાં કોઇ વધુ ખુલાસા કરી રહી નથી પરંતુ લાંબા ગાળા બાદ આ ફિલ્મ મારફતે ડકોટા જોન્સન ફરીવાર નજરે પડનાર છે. આ એક કોમેડી ફિલ્મ હોવાથી લોકોને ગમી જશે. ડકોટા જોન્સને પોતાની કેરિયરમાં અનેક યાદગાર ભૂમિકાઓ અદા કરી છે જે પૈકી ફિફ્ટી સેડ સિરીઝની તમામ ફિલ્મોમાં તેની યાગદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મ હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકીની એક તરીકે રહી છે. એબીજી બાજુ ફ્રેંચ સિરિયલમાં કામ કરી ચુકેલા જેસન અને એફ્લેકે હજુ સુધી પોતાની પ્રતિક્રિયા આપી નથી.  ફિલ્મનું શૂટિંગ અલાબામાં ખાતે શરૂ કરવામાં આવ્યુ છે. ડકોટા જોન્સનના ચાહકો ફરી એકવાર તેને શાનદાર ભૂમિકામાં જોઇ શકશે. ફિલ્મને ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે હજુ વાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here