રાણપુરની હેત વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન

824

બોટાદ જીલ્લાના રાણપુર માં આવેલ હેત વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધોરણ-૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના વર્કીંગ મોડેલ પોતાની હાથે બનાવી ને રજુ કર્યા હતા.આર્યભટ્ટ હોલ ,ડો.એ.પી.જે.અબ્દુલ કલામ હોલ ,ડો.વિક્રમ સારાભાઈ હોલ , સી.વી.રામાનુજ હોલ ,કલ્પના ચાવલા હોલ,જગદીશચંદ્ર બોઝ હોલ જેવા વિજ્ઞાનિકો ના નામથી જુદા-જુદા છ વિભાગોના નામ રાખવામાં આવ્યા હતા આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા  ટપક સિંચાઈ પધ્ધતી,મેઝીક બોક્સ,સોલાર હાઉસ,જ્વાળા મુખી,સુર્ય મંડળ જેવા ૩૦ અલગ અલગ પ્રકારના વર્કીંગ મોડલ રજુ કરવામાં આવ્યા હતા જેમાં રાણપુર પોલીસ સ્ટેશનની કૃતી જોઈ સૌ કોઈ પ્રભાવિત થયા હતા.હેત વિદ્યાલયના સંચાલક ચિરાગ આઈ ભટ્ટ તથા સ્ટાફ દ્વારા આ વિજ્ઞાન મેળા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ વિજ્ઞાન મેળો જોવા માટે રાણપુરના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતાં.

 

Previous articleરાજુલા એસનએસયુઆઈ દ્વારા રજૂઆત
Next articleરાજુલા જાફરાબાદના ખેડૂતોનો ર૦૦ કરોડ પાક વીમો મંજુર કરાવાતા ખુશી