શહીદ જવાનોનાં પરિવારને આર્થિક સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો

765

શહિદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ, ભારત કે વીર વેબપોર્ટલ તથા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભારતીય લશ્કર તતા અર્થ લશ્કરીદળના શુરવીર જવાનોના પરિવારને આર્થિક સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ઝવેરચંદ મેઘામી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સના ઈન્સ્પેકટર જનરલ અમિત લોઢા, સાંસદ ડો. ભારતીબેન શઇયાળ, જનાર્દનભાઈ ભટ્ટ, કોમલકાંત શર્મા, બુધાભાઈ પટેલ, નાગરિક બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, સુનિલભાઈ વડોદરીયા, માજી સૈનિક સંગઠનના એમ.કે.શર્મા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે બે મિનિટ મૌન પાળીને શહિદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત બી.એસ.એફ.ના ઈન્સ્પેકટર જનરલને જુદી જુદી સંસ્થા, મંડળ દ્વારા મળેલ ૧ કરોડ ઉપરાંતની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના શહીદ થયેલ જવાનના પરિવારને પણ આર્થિક સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિતો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Previous articleરાજુલા જાફરાબાદના ખેડૂતોનો ર૦૦ કરોડ પાક વીમો મંજુર કરાવાતા ખુશી
Next articleઓમ ઈન્ટરનેશનલ કુંભારિયામાં ભગવદ ગીતા પઠન કાર્યક્રમ યોજાયો