ઓમ ઈન્ટરનેશનલ કુંભારિયામાં ભગવદ ગીતા પઠન કાર્યક્રમ યોજાયો

0
124

ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ-કુંભારીયા એટલે શિસ્ત શિક્ષણ અને સંસ્કારનો સમન્વય અહીયાનું વાતાવરણ આધુનિકતાની સાથે વારસાના સંસ્કારના જતનનું પણ ઉજ્જવળ કાર્ય કરી રહ્યુ છે. ભારતીય સંસ્કૃતિના મુળ ભગવદ્‌ ગીતામાં સમાયેલા છે. બાળકોમાં શ્વોકની પરંપરાથી લોક સુધી પહોચવાની પધ્ધતિસરની ગતિના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં સમગ્ર સ્ટાફ મિત્રો, ટ્રસ્ટીઓ શાળાના બાળકો દ્વારા ભગવદગીતાના શ્રલોકનું પઠન તથા એમને જીવનમાં ઉતારવાના આશાયથી ઉત્સાહભેર જોડાયા હતા. શાળામાં દરરોજ વર્ગખંડની અંદર ભગવદગીતાના શ્લોકો ભાવાર્થ સાથે પઠન તતા હોય છે. જ્યારે આજે સમૂહ વાંચન પઠન દ્વારા વિદ્યાર્થીની ધર્મભક્તિ તથા ગ્રંથોની રૂચિ વિકસાવવા સહાયભૂત થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ શાળા પરિવારના સભ્યોએ ઉત્સાહ દાખવ્યો હતો. શાળાના સંસ્થાપક અનંતભાી શેલડીયાએ શાળાના તમામ પરિવારજનોને ધન્યવાદ પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here