છેલ્લા ત્રણ માસમાં ભાવનગર, બોટાદ અને અમરેલીના ર૩ લોકો સાયબર ગુનાનો ભોગ બન્યા

0
349

હાલના સમયમાં ડીઝિટલ યુગમાં સાયબ ક્રાઈમના ગુના ઝડપથી વધવા લાગ્યા છે.જેમાં છેલ્લા ત્રણ માસમાં ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જીલ્લામાં ર૩ લોકો સાયબ ક્રાઈમના ગુનાનો (છેતરપીંડી)નો ભોગ બન્યા છે. ત્યારે ભાવનગર ખાતે કાર્યરત કરાયેલ સાયબર ક્રાઈમ સેલમાં ભોગ બનનારે સંપર્ક કરવા અને લોકોએ પોતાના એટીએમ કાર્ડનો પાસવર્ડ કોઈને ન આપવા તથા ઓનલાઈન ખરીદી કરવામાં સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે.

સાયબર ક્રાઇમ સેલ, ભાવનગર વિભાગ હેઠળના જીલ્લા ભાવનગર,અમરેલી,બોટાદ નો સાયબર  ક્રાઇમને લગતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભાવનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આવેલ જીલ્લા તાલીમ કેન્દ્રના બિલ્ડીંગમાં સાયબર  ક્રાઇમ સેલ કચેરી કાર્યરત કરવામાં આવેલ છે.  હાલના આધુનીક યુગમાં કોમ્પ્યુટર/ મોબાઇલના બહોળો વપરાશ થતો હોય જેથી કોમ્પ્યુટર/મોબાઇલની માહિતીઓને ટારગેટ બનાવી અમુક માણસો ગ્રાહકોને બેંક મેનેજર તરીકેના ફોન કરી ‘‘તમારા એટીએમ કાર્ડ બંધ થઇ જશે‘‘ અથવા ‘‘તમને નવુ એટીએમ ઇસ્યુ કરવાનું છે‘‘. તેવી લોભામણી લાલચ આપી ગ્રાહકોને ભોળવી તેઓની પાસેથી એટીએમ કાર્ડનો ૧૬ અંકનો નંબર તથા ૪ અંકનો સીવીવી નંબર તથા ગ્રાહકોએ બેંકમાં રજીસ્ટર કરાવેલ મોબાઇલ ઉપર આવતો ઓટીપી નંબર મેળવી ગ્રાહકોના ખાતામાંથી રૂપીયાની ઉઠાંતરી કરી લેવાના બનાવો બનવાનું પ્રમાણ ખુબ જ વધવા પાંમેલ છે. આ અંગે અવાર-નવાર પોલીસ વિભાગ તથા બેંકો તરફથી પ્રજામાં જાગૃતી લાવવા માટે અવાર-નવાર સુચનાઓ તેમજ જાહેરાતો આપવા છતાં આવા ગુન્હાઓનું પ્રમાણ વધવા પામ્યુ છે. આ પ્રકારના ગુન્હાઓ આચરતા ગુન્હેગારો ખુબજ હોશીયાર અને ચાલાક હોય, આધુનીક ટેકનોલોજીના જાણકાર હોય જે આસાનીથી ગ્રાહકોને પોતાની વાતોમાં ભોળવી તેઓની બેંકના ખાતાને લગતી માહિતીઓ મેળવી બેંકના ખાતામાંથી રૂપીયા ગેરકાયદેસર રીતે ઉપાડી લઇ કોઇ પણ વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરી લે છે. તેમજ ફોનના બીલોની ચુકવણી કરી દે છે. અથવા અન્ય કોઇના ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી મેળવી લે છે. આ લોકો અન્ય રાજ્યોમાંથી પોતાનું આવું નેટવર્ક ચલાવે છે. ત્યારે લોકોએ સર્તક રહીને ઓનલાઈન ખરીદી કરવા તાકીદ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here